વ્યારા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી દ્વારા તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલી પૂર્ણ અને અંબિકા નદી પર સૂચિત બેરેજ યોજનાની સાઈટોની સ્થળ મુલાકાત કરવામાં આવી.
સંજય ગાંધી દ્વારા તાપી તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલી પૂર્ણ અને અંબિકા નદી પર સૂચિત બેરેજ યોજનાની સાઈટોની સ્થળ મુલાકાત કરવામાં આવી.જેમા સિંચાઈ વિભાગના અધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનો હાજર રહ્યા હતા. પૂર્ણ નદી પર આંબાપાણી અને અંબિકા નદી પર ઉમરવાવ દૂર ગામ ખાતે સૂચિત બેરેજ યોજનાની સાઇટની સ્થળ મુલાકાત લેવામાં આવેલ હતી. જેમાં સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા જણાવ્યા મુજબ જો ઉકત 2 જગ્યાઓ બેરેજ બનાવવામાં આવે તો દરેક બેરેજ થી લગભગ ત્રણ થી ચાર મિલિયન ઘન મીટર પાણીનો સંગ્રહ થઈ શકે તેમ છે. સૂચિત બરેજ યોજનાઓથી આજુબાજુના 25 જેટલા ગામોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ સિંચાઈનો લાભ મળશે. વધુમાં જો આંબાપાણી અને ઉંમરવાવ દૂર ગામ ખાતે બેરેજ બનાવવામાં આવે તો ડોલવણ તાલુકામાંથી પસાર થતી ઓલણ નદીમાં પણ ઉદવહન દ્વારા પાણી પહોંચાડી શકાય તેમ છે કે જેથી ઉનાળાની ઋતુમાં સુકાઈ જતી ઓલણ નદીમાં પણ બારેમાસ પાણી રહેશે.