Friday, December 27, 2024

કલેક્ટરશ્રી ડો. રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં ” જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો

કલેક્ટરશ્રી ડો. રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં ” જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજાયો

 

જિલ્લા સ્વાગતમાં અરજદારો દ્રારા ૧૬ જેટલા પ્રશ્નો રજુ કરાયા હતા

 

 

સાબરકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી ડો. રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાયો હતો.

 

આ કાર્યક્રમમાં નાગરીકોએ ૧૬ જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. લોકશાહીને ધબકતી રાખી પ્રજાના કલ્યાણ માટે છેલ્લા ૨૦ વર્ષથી નિરંતર ચાલી આવતો ગુજરાત સરકારનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ લોકો માટે આધારસ્તંભ બની ગયો છે.

 

આ કાર્યક્રમમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, આજના આ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી તેમના પ્રશ્નોના ઝડપી નિકાલ આવે તે અંગે સંબંધિત અધિકારીશ્રીઓને અનુરોધ કર્યો હતો. વધુમાં કલેકટરશ્રીએ વહીવટી તંત્રના તમામ અમલીકરણ અધિકારીઓને લોકોના પ્રશ્નોને શાંતિથી સાંભળી યોગ્ય ઉકેલ લાવવાની દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. વધુમાં તેમને જણાવ્યું કે, સરકાર દ્વારા સિનિયર સિટીઝન માટે ઓનલાઈન જિલ્લા સ્વાગતમાં જોડાઈ શકે તે માટે વ્યવસ્થા કરાઈ છે તો તેમણે રૂબરૂ ન બોલાવતા ઑનલાઇન તેમની રજૂઆત સાંભળવા માં આવશે.

 

આ કાર્યક્રમમાં જમીન દબાણ, ખેતી લાયક જમીનમાં પ્રવેશવાના રસ્તાની રજૂઆત, જમીન સર્વે,પ્લોટ ફાળવણી વગેરે જેવા લોક પ્રશ્નોનુ હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું.

 

આ કાર્યક્રમમાં ઇ.ચા. જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.પી.પાટીદાર, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી કિષ્ના વાઘેલા, પોલીસ વિભાગના પ્રતિનિધિ , અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores