હિંમતનગરના તખતગઢ ખાતે બટાકા પાકમાં વ્યવસ્થાપન અને આધુનિક કૃષિ તકનીક વિષય પર એક દિવસીય સેમીનારનું આયોજન કરાયું
સાબરકાંઠા જિલ્લામાં નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી તથા ગ્રીન ટીવીના સહયોગથી હિંમતનગર તાલુકાના તખતગઢ ખાતે બટાકા પાકમાં વ્યવસ્થાપન અને આધુનિક કૃષિ તકનીક વિષય પર એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં હિંમતનગર તાલુકાના ૨૫૦ થી વધુ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ તાલીમમાં નાયબ બાગાયત નિયામકશ્રી ડી. એમ. પટેલ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં ઉભરતા નવા બાગાયતી પાકો તેમજ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ તેમજ પ્રાકૃતિક ખેતી વિશે ખૂબ ઊંડાણ પૂર્વક માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત સંશોધન નિયામકશ્રી ડો. આર. એલ. પટેલ દ્રારા બટાટા પાકમાં વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં વિવિધ સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાગાયત ખાતા દ્વારા સેન્ટર ઓફ એક્સલન્સ વદરાડ ની વિવિધ પેદાશો તેમજ પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત ખેડૂતોના ખેત પેદાશોના નિદર્શન ગોઠવવામાં આવ્યા હતા.
આ સેમિનારમાં મદદનીશ બાગાયત નિયામકશ્રી જે.એમ. પટેલ, બાગાયત અધિકારીશ્રી વાય. એમ. દેસાઈ, બાગાયત અધિકારીશ્રી એમ. ડી.આચાર્ય, તથા ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 163198
Views Today : 