Saturday, December 28, 2024

અનાથ બાળકોનો સહારો બનતી બનાસકાંઠા પોલીસ

*અનાથ બાળકોનો સહારો બનતી બનાસકાંઠા પોલીસ*

 

*જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે પોલીસ સ્ટેશન દીઠ બે ચાઈલ્ડ વેલફેર પોલીસ ઓફિસરની નિમણૂક કરાઈ*

 

*આગથળા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.શ્રી જયરૂપભાઈએ યોજના અંતર્ગત અનાથ બાળકોને સહાય અપાવી*

જુવેનાઇલ જસ્ટીસ એક્ટ ૨૦૧૫ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણ માટે પોલીસ સ્ટેશન દીઠ બે ચાઈલ્ડ વેલફેર પોલીસ ઓફિસરની નિમણૂક કરાઈ છે. આ માટે પોલીસ વિભાગના જવાનોને તાલીમ આપવામાં આવી છે. બાળ સુરક્ષા કચેરી, બનાસકાંઠા દ્વારા જિલ્લાના અનાથ બાળકોને શિક્ષણ અને તેમના વિકાસ માટે સરકારશ્રી દ્વારા પ્રતિ માસ ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. તેમજ આ યોજનાની લાભાર્થી દીકરીઓને લગ્ન સમયે રૂપિયા ૨ લાખની સહાય પણ આપવામાં આવે છે.

 

બનાસકાંઠા જિલ્લાની સંવેદનશીલ પોલીસ વિભાગના આગથળા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.શ્રી જયરૂપભાઈ ચૌધરી કે જેઓએ આ તાલીમથી પ્રેરણા લઈ આવા અનાથ બાળકોની શોધખોળ કરી લાભાર્થીઓને યોજનાની માહિતી આપે છે. તેઓ લાભાર્થીઓને યોજનાનો લાભ લેવા જરૂરી તમામ દસ્તાવેજો એકઠા કરવામાં મદદગાર થાય છે તેમજ આ અનાથ બાળકોના માતા-પિતાની જેમ જિલ્લા બાળ સુરક્ષા કચેરી પાલનપુર સાથે સંકલન કરી અનાથ બાળકોને લાભ અપાવે છે.

 

આ પોલીસ જવાનશ્રી જયરૂપભાઈએ લાખણી તાલુકાના એક ગામમાં બે બાળકો અનાથ થતા તેમને તમામ પ્રકારની મદદ કરી ચાલુ માસે બાળક દીઠ રૂપિયા ૩૦૦૦ની માસિક સહાય ચાલુ કરાવી છે તેમ જિલ્લા બાળ સુરક્ષા વિભાગ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

ભુપેન્દ્રભાઈ પરમાર પાલનપુર બનાસકાંઠા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores