પીએમ મોદીએ મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિ, આવતીકાલે કોંગ્રેસ કાર્યાલય લાવવામાં આવશે મનમોહન સિંહનો પાર્થિવ દેહ.
સંજય ગાંધી દ્વારા તા.૨૭
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન 92 વર્ષની વયે થયું છે. તેમણે ગુરુવારે રાત્રે દિલ્હીની AIIMSમાં અંતિમ શ્વાસ લીધા. તેમના પાર્થિવ દેહને દિલ્હીના મોતીલાલ નહેરુ રોડ પરના તેમના નિવાસ સ્થાને મુકવામાં આવ્યો છે. આજે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવશે. કેન્દ્ર સરકારે પૂર્વ પીએમના નિધન પર સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આજે સવારે 11 વાગ્યે કેન્દ્રીય કેબિનેટની બેઠક થશે, જેમાં પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે.
આપણી પાસે હવે દૂરંદેશી નેતાનો અભાવ – કે સી વેણુગોપાલ
તેમના નિધનના સમાચાર મળતા જ કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલ નવી દિલ્હીમાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિવાસસ્થાને પહોંચ્યા હતા. દુખ વ્યક્ત કરતા કોંગ્રેસના સાંસદે કહ્યું, ‘મનમોહન સિંહજીએ ખરેખર ભારતીય અર્થવ્યવસ્થાનો માહોલ બદલી નાખ્યો હતો. જ્યારે દેશ ગહન સંકટમાં હતો ત્યારે તેમની પહેલથી દેશને તે ઉથલપાથલમાંથી બહાર લાવ્યો હતો. હવે આપણી પાસે એ પ્રકારના સ્વપ્નદ્રષ્ટા (નેતા)નો અભાવ છે. નાણાકીય કટોકટી પર કાબૂ મેળવવાની મનમોહન સિંહ જીની ક્ષમતા સંપૂર્ણપણે પ્રશંસનીય છે.કેરળમાં રાષ્ટ્રધ્વજ અડધો નમાવી દેવાનો આદેશ
ભારત સરકાર આવતીકાલે (26 ડિસેમ્બર) થી 1 જાન્યુઆરી સુધી સમગ્ર ભારતમાં 7 દિવસનો રાજ્ય શોક મનાવશે. આ સાથે, કેરળ સરકારે જિલ્લા કલેક્ટરોને પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સન્માનમાં રાષ્ટ્રધ્વજ અડધો નીચે કરવાનો નિર્દેશ આપ્યો છે.