લાયન્સ કલબ ઓફ થરાદ સીટી દ્વારા વાવ ધારાસભ્ય નો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો.
પ્રતિનિધિ – થરાદ
લાયન્સ કલબ ઓફ થરાદ સીટી અને લાયન્સ સ્પીકર્શ કલબ દ્વારા શુક્રવારે રાત્રે થરાદ ખાતે વાવ ના નવનિયુક્ત ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર નો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમના દાતા વાલજીભાઈ સુથાર હતા આ કાર્યક્રમ અંબિકા સો મિલ બુઢનપુર ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર,થરાદ માર્કેટયાર્ડ ના ચેરમેન શૈલેષભાઈ પટેલ,થરાદ તાલુકા ભાજપના પ્રમુખ હરચંદભાઈ ઠાકોર,થરાદ શહેર ભાજપ ના પ્રમુખ જૈમીનભાઈ પ્રજાપતિ સહિત બહોળી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા તેમજ આમંત્રિત મહેમાનોનું લાયન્સ કલબ થરાદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું
લાયન્સ ક્લબના પ્રમુખ વશરામભાઈ પટેલ,મંત્રી દિનેશભાઈ સુથાર, ખજાનચી દશરથભાઈ સોની તેમજ સ્પીકર્શ કલબના પ્રમુખ એસ.આર.બેન્કર સહિત સમગ્ર લાયન્સ કલબના સભ્યો અને લાયન્સ સ્પીકર્શ ક્લબના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પોતાની સફળતા ની કહાની વર્ણવી હતી અને વાવ – થરાદ નો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં તમામ સભ્યોએ સાથે ભોજન લીધું હતું.
કાર્યક્રમ નું સફળ સંચાલન ડૉ. રિતેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ વ્યવસ્થાનું સંચાલન હેતલબેન પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું