Thursday, January 2, 2025

સાબરકાંઠાના લાંબડીયા ખાતે ખેડૂત સંમેલન કાર્યક્રમ થકી ખેતી વિષયક માર્ગદર્શન હાથ ધરાયુ

સાબરકાંઠાના લાંબડીયા ખાતે ખેડૂત સંમેલન કાર્યક્રમ થકી ખેતી વિષયક માર્ગદર્શન હાથ ધરાયુ

 

સાબરકાંઠાજિલ્લાના ઇડર ,વડાલી ,ખેડબ્રહ્મા ,તલોદ અને પોશીના તાલુકામાં રિલાયન્સ ફાઉન્ડેશનના નાણાંકીય સહયોગ થકી નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડ દ્વારા જળવાયું પરિવર્તનને ધ્યાનમાં રાખી ગ્રામ વિકાસ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે ,

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે 28 ડિસેમ્બરે ધીરુભાઈ અંબાણીની જન્મ જયતીને ખેડૂત દિવસ તરીકે ઉજવણી કરવાના ઉદ્દેશ્યથી નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ ફંડ દ્વારા ખેતી અને પશુપાલન વ્યવસાયને વિષયક માર્ગદર્શન મળી રહે તે આશયથી ” સશક્ત અન્નદાતા સમૃદ્ધ રાષ્ટ્ર ” વિષય પર ખેડૂત સંમેલન કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું.

પ્રસ્તુત કાર્યક્રમ સંસ્થાના પ્રોજેકટ કાર્યક્ષેત્રના પોસીના અને ખેડબ્રહ્મા તાલુકાના ગામો 600 જેટલા ખેડૂત ભાઈઓ અને બહેનો સહભાગી થઇ ખેતી વિષયક માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો ,કાર્યક્રમનું આયોજન નરોત્તમ લાલભાઈ રુલર ડેવલપમેન્ટ સંસ્થાની સાથે સાબરમતી ખેડુત ઉત્પાદન કંપનીનો નોંધપાત્ર પ્રયત્ન રહ્યો 

સદર કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદશ્રી રમીલાબેન બારાની અધ્યક્ષતા હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો,જેમાં બને સંસ્થાઓ કાર્યક્ષેત્રના ગામોમાં ખેડૂતો મિત્રો ઉત્સાહ પૂર્વક સહભાગી થઈ,ખેતી લક્ષી માર્ગદર્શન અને ખેતી લક્ષી યોજના વિષયક માર્ગદર્શન મેળવવા સફળ થયા હતા

ઉપરોક્ત કાર્યક્રમમાં સહભાગી થયેલ કઠોળ સંશોધન કેન્દ્ર દાંતીવાડાના સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડૉ એમ.એસ.પટેલ સાહેબ દ્વારા ખેડૂતો કઠોળ વર્ગના પાકોની સુધારેલી વેરાયટી વિષયક માર્ગદર્શન આપી , કઠોળ સંશોધન કેન્દ્ર તથા દાંતીવાડા યુનિવર્સિટી મુલાકાત લેવા અંગે ભાર મુક્યો હતો,સાથે સાથે કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ સુધારેલ જાતના બિયારણો થકી ખેતીનો વ્યાપ વધે તે અંગે ઉંડાણ પૂર્વક માર્ગદર્શન આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો,

 

પ્રસ્તુત કાર્યક્રમના અધ્યક્ષ સાથે સહભાગી થયેલ માનનીય સાંસદશ્રી રમીલાબેન બારા દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં ખેતી અને પશુપાલન વ્યવસાયને વેગ આપવા સરકારી વિભાગોના માર્ગદર્શન હેઠળ આગળ વધવાની સાથે સાથે સરકાર દ્વારા વર્તમાન સમયમાં હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રયત્નો અંગે સમજ આપી , ખેડૂતોની ખેડૂતોના પ્રશ્નોને સતત વાચા આપવાની ખાતરી આપવામાં આવી હતી , માનનીય સાંસદશ્રી હસ્તે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સાબર ડેરીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ “પશુપાલન માર્ગદર્શન” અંગેની બુકનું વિમોચન પણ કરવામા આવ્યું.

પ્રસ્તુત કાર્યક્રમમાં નરોત્તમ લાલભાઈ સંસ્થાના ચીફ મેનેજરશ્રી સંસ્થાની કામગીરી દ્વારા કાંતિભાઈ પટેલ દ્વારા સંસ્થાની કામગીરી દ્વારા ખેતી અને પશુપાલન વ્યવસાયમાં શુ બદલાવ લાવી શકાય તે અંગે ઉંડાણ પૂર્વક ચર્ચા હાથ ધરવામાં આવી.

પ્રસ્તુત કાર્યક્રમમાં સખી મંડળની બહેનો દ્વારા સ્વ ઉત્પાદિત કરેલ સાબુ અને ચપલનો સ્ટોલ સ્ટોલ મૂકીને અન્ય બહેનોને પ્રેરણા પુરી પાડવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો.

કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા સદસ્યશ્રી સોનલબેન સોની ,આનંદીબેન પટેલ ,ધર્મેન્દ્રભાઈ મહેતા, શ્રી કમલભાઈ મહેતા જેવા મહાનુભાવોની સાથે સાથે સાબરમતી ખેડૂત ઉત્પાદન કંપની, રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ સંસ્થાની ટીમ દ્વારા નોંધપાત્ર પ્રયત્ન હાથ ધર્યો હતો.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores