સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઉમેદગઢ શ્રી સી જી મહેતા હાઇસ્કુલ ખાતે ઉત્તર ઝોન કક્ષા ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2024-25 યોજાયું હતું
ત્યારે ગુજરાત શૈક્ષણિક સંશોધનની તાલીમ પરિષદ ગાંધીનગરના નેજા હેઠળ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિ. કચેરી તથા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર દ્વારા આયોજિત ઉત્તર ઝોન કક્ષા ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનના સમારંભ અધ્યક્ષ, પ્રાથમિક શિક્ષકોનું ગૌરવ, નારી રત્ન અને લોકલાડીલા સાંસદ બેનશ્રી શોભનાબેન બારૈયાએ બાળકોને પ્રેરક વાતો ની સાથે ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય ઉપર ઉમદા વિચારો વ્યક્ત કર્યા હતા સાબરકાંઠા જિલ્લા નું નેતૃત્વ કરનાર અને સરસ્વતી વિદ્યાસંકુલના પ્રમુખ શ્રીકનુભાઈ પટેલ પર્યાવરણ જાળવણી અંગે વિચારો વ્યક્ત કર્યા હતા ..જીસીઈઆરટી ગાંધીનગસરના સંયુક્ત નિયામક આદરણીય શ્રી ડી.એસ પટેલ સાહેબે બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને વ્યક્તિઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે એ માટેનો સુંદર મજાની પ્રેરક વાતો કરી હતી …ડો. રાજપુરા સાહેબે વતનની માટીને માથે ચડાવનાર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઇંગ્લેન્ડ જેવા દેશની અંદર ડોક્ટર બની સેવા સદાય હુંફઆપનારે બાળકો વિજ્ઞાનમાં આગળવધે એવું સુંદર વાત કરી હતી ત્યારે યુવાનોના રાહબર ગૌતમભાઈ પટેલ જીસીઈઆરટી ના રીડર ડો.વિજયભાઈ પટેલ ગણિત વિજ્ઞાન એકમ માન્ય જિલ્લા શિક્ષણાધિકારી બેનશ્રી મિતાબેન ગઢવી ,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી હિમાંશુભાઈ નીનામા શ્રી શ્રીજી મહેતા વિદ્યામંદિર ના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ પ્રેમલભાઈ ,આચારસંઘના પ્રમુખશ્રી કિરણભાઈ પટેલ,શ્રી અજીતભાઈ પટેલ ,સંદીપભાઈ પટેલ કચેરી પ્રમુખશ્રી જિલ્લા શિક્ષક સંઘ વિનયભાઈ પટેલ ,મહામંત્રી સુરેશભાઈ પટેલ …સર્વે મહેમાનો નો શાબ્દિક અને મોમેન્ટો દ્વારા શ્રીજી મહેતા વિદ્યામંદિર વિજ્ઞાન પ્રદર્શન કન્વીનર આચાર્ય અને મા. શિ.બોર્ડ મેમ્બર શ્રી ભાનુભાઈ પટેલે તથા ટ્રસ્ટીઓ ના વરદ હસ્તે મોમેન્ટો દ્વારા કરવામાં આવ્યું હતું.. પ્રાસંગિક ઉદબોધન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ના સિનિયર લેક્ચર અશ્વિન મો. પટેલે કર્યું હતું. વિજ્ઞાનની દુનિયામાં જ્યારે વિશ્વ સાથે વિજ્ઞાન કદમ મિલાવી રહી છે ત્યારે શોધખોળ કરવા વૈજ્ઞાનિક બનવું પડે મથે તેને મળે છે, તપે તે પામે છે જ્યારે જ્યારે કોઈ જગતમાં નડે છે ત્યારે ત્યારે જગતમાંથી જડે છે…શોધવું સર આઇઝેક ન્યૂટન ,રાઈટ બ્રધર્સ આલવા એડિશન ડૉ એ.પી.જે કલામ.વગેરે મહાન વૈજ્ઞાનિકોએ સુંદર મજાની ભેટો આ વિશ્વને આપી છે આવા વિચારોથી હકારાત્મક અભિગમ વિકસે, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની ખીલવણી થાય એવા હેતુસર બાળ વૈજ્ઞાનિકોએ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં ભાગ લીધો હતો આ પ્રદર્શનને ખુલ્લું મુકતા આદરણીય બેન શ્રી શોભનાબેન બારૈયા સાંસદશ્રીના વરદ હસ્તે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું .સાથે સાથે બ્યુટી લેબનો ઉદઘાટન પણ તેઓશ્રી વરદ હસ્તે કરવામાં આવ્યા બાદ બાળકો સાથે સંવાદ ચર્ચા અને કૃતિ નિદર્શન કર્યું હતું…બાળકો સાથે વાતચીત ખૂબ જ સહજતાથી કરી બાળકોનું દિલ જીતી લીધું હતું… એટલું જ નહીં કાર્યક્રમના અંતે સર્વે મહેમાનોનો આભાર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ઈડર ના વિજ્ઞાન સલાહકાર શ્રી કમલેશભાઈ ટીંટીસરા એ કર્યું હતું
સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય શ્રી શશીભાઈ પટેલે કર્યું હતું.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891