હઠોજ છાવણીમાં પુત્રવધુની ચાર શખસો એ માર માર્યો
તું મારી બહેનની કેમ હેરાન કરે છે કહીને ધમકી આપી
વડાલીના હથોજ છાવણીમાં સાસુના પિયર પક્ષમાંથી ચાર શકશો આવીને તું મારી બહેનને કેમ હેરાન પરેશાન કરે છે તેમ કહીને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા વિધવા પુત્રવધુ એ સાસુના પિયર પક્ષમાંથી આવેલા ચાર શખશો વિરુદ્ધ વડાલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી
પૂજાબેન શૈલેષભાઈ વણઝારા ના પતિનું ચાર વર્ષ અગાઉ મૃત્યુ થયા બાદ પૂજાબેનના સાસુ સવિતાબેન થોડાક દિવસ પૂજાબેન સાથે રહીને સવિતાબેન તેમના બીજા દીકરાઓ સાથે રહેવા જતા રહ્યા હતા અમુક સમયે સવિતાબેન પૂજાબેન ના ઘરે આવતા ત્યારે પૂજાબેન સાથે ઝઘડો કરી પરંતુ જતા હતા. 26 ડિસેમ્બરે સવિતાબેન પૂજાબેન ના ઘરે પરત પર્યા હતા. ત્યારબાદ સાસુ અને પુત્રવધુ વચ્ચે બોલાચાલી થતા સવિતાબેન એ ફોન કરીને તેમના પિયરમાં જણાવતા રાત્રે સવિતાબેન ના પિયર માંથી ભાઈઓ તથા દીકરા હઠોજ છાવણી આવીને પૂજાબેનની ગાળો બોલી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પૂજા બેને રાકેશ ધુળાભાઈ વણઝારા પ્રકાશ અરવિંદભાઈ વણઝારા નંદુ અરવિંદભાઈ વણઝારા રીન્કુ રામુભાઇ વણઝારા તમામ રહે.ગાડું તાલુકો ખેડબ્રહ્મા સામે ફરિયાદ નોંધાવી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા