ખેડબ્રહ્મા શહેર ખાતે 7 દિવસ શિવ મહાપુરાણ કથા યોજાઈ.
ખેડબ્રહ્મા સ્થિત વાસણા રોડ નંબર 8 સાઈનાથ સોસાયટી મુકામે શિવ મહાપુરાણ કથા આચાર્ય રાધાદાસ કશ્યપ મહારાજ દ્વારા સાત દિવસ ભાવભક્તિ અને શ્રદ્ધા સાથે સત્સંગ તરબોળ કર્યા હતા. કથાના આયોજન તરીકે યજમાન લતા બહેન ગુણવંતભાઈ જોશી પરિવાર દ્વારા પ્રથમ દિવસે અને સાતમા દિવસે સૌને બ્રહ્મભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો ખેડબ્રહ્મા નગરના હરિભક્તોએ વિશાળ સંખ્યામાં લાભ લઈ અને ધન્યતાની લાગણી અનુભવી હતી

સમાપનના દિવસે ગુંદેલ મહાદેવ મંદિરના મહંતશ્રી તથા કથાકાર રાધાદાસ કશ્યપના શૈક્ષણિક ગુરુ અને જ્યોતિ હાઈસ્કૂલના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહીને પોતાની દિવ્ય વાણી નો લાભ આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ચેતનસિંહ વાઘેલા, પુષ્પરાજ સિંહ ચૌહાણ, ભરતભાઈ જોશી, ધર્મેન્દ્રભાઈ ભાવાણી અને કલ્પ ત્રિવેદીએ અમૂલ્ય ફાળો આપ્યો હતો. રોજંટા સ્થિત મુખ સેવક શ્રી રમણભાઈ પટેલે સમગ્ર કથાનું સંકલન કરી અને આભાર વિધિ કરી હતી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891








Total Users : 148625
Views Today : 