Wednesday, March 12, 2025

અરવલ્લી જીલ્લાના ભિલોડા પો.સ્ટે. ના ધાડ તથા લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા SOG 

અરવલ્લી જીલ્લાના ભિલોડા પો.સ્ટે. ના ધાડ તથા લુંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા SOG

 

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવા અંગે ખાસ ડ્રાઇવ રાખી વધુમાં વધુ નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ.જે સુચના અન્વયે ડી.સી.સાકરીયા, પો.ઇન્સ., એસ.ઓ.જી.,સાબરકાંઠા નાઓની સુચના મુજબ SOG સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે હિંમતનગર બી ડીવિજન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન અ.હે.કોન્સ. ભાવેશકુમાર રામજીભાઇ બ.નં-૫૬૨ નાઓને મળેલ ખાનગી બાતમી અન્વયે અરવલ્લી જીલ્લા ભિલોડા પો.સ્ટે. પાર્ટ એ.ગુ.ર.નં-૧૧૧૮૮૦૦૩૨૪૦૫૩૬/૨૦૨૪ બી.એન.એસ.કલમ- ૩૦૯(૬),૧૪૦(૨), ૧૧૫(૨), ૬૧,૩૧૦(૨) જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી રોહનસિંહ ઉર્ફે રોશનસિંહ સ/ઓ લાલસિંહ શીવસિંહ ઝાલા ઉ.વ.- ૨૩ રહે. કેવન તા. હિંમતનગર જી.સાબરકાંઠાવાળો હિંમતનગર મોતીપુરા સર્કલ અમદાવાદ જતા રોડ ઉપરથી મળી આવતાં સદરી નાસતા ફરતા આરોપીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫ (૧) (જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ હિંમતનગર એ ડીવીજન પો.સ્ટે.સપરત કરવામાં આવેલ છે.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores