ખેડબ્રહ્મા પોલીસ દ્વારા ખેરોજ પો.સ્ટે.ના ધાડ તથા લૂંટના ગુનામાં સંડોવાયેલ લુટેરી દુલ્હન મહિલા ને ખેડબ્રહ્મા પોલીસે પકડી પાડી
નાયબ નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ની સૂચના અનુસાર નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચના તથા માર્ગદર્શન પ્રમાણે ખેડબ્રહ્મા પોલીસ ટીમ આ દિશામાં કાર્યરત હતી ત્યારે અપોકો ધવલભાઇ કેવલભાઈ નાઓને ખાનગી રહે બાતમી હકીકત મળેલ કે ખેરોજ પોલીસ સ્ટેશને ધાડ તથા લૂંટના ગુનામાં સંડોવાયેલ લુટેરી દુલ્હન મહિલા જે બે વર્ષથી નાસતી ફરતી હતી તે મહિલા કીરૂબેન લક્ષ્મણભાઈ ડાભી રહે. દીગ્થલી તા . ખેડબ્રહ્મા જી. સાબરકાંઠા પોતાના ઘરે દીગ્થલી મુકામે આવેલ છે તે હકીકત આધારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી ડી આર પઢેરીયા સાહેબ, પીએસઆઇ કેવી વહોનીયા સાહેબ, અહેકો ધર્મેન્દ્રભાઈ નટવરભાઈ, અહેકો જયદીપભાઇ જીતાભાઈ, અપોકો ધવલકુમાર કેવળભાઈ, અપોકો વિકાસ કુમાર હસમુખભાઈ તથા વુપોકો હીરાબેન વાસુદેવ ભાઈ વિગેરે એ દીગ્થલી ગામે તેના ઘરે જઈ આરોપીની અટક કરી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.
તસવીર અને અહેવાલ વિશાલ ચૌહાણ સાબરકાંઠા