ઉકાઈ ૬ ફુટ ના અજગર નુ રેસ્કયુ કરવામાં આવ્યુ
(સંજય ગાંધી તાપી) ૩૧ ડિસેમ્બર સવારે ૬:૩૦કલાકે ઉકાઈ મેન હાઈડ્રો ના ગેટ ઉપર આંબાના ઝાડ ઉપર અજગર સાપ દેખાતા CISF ના કંટ્રોલરૂમમાંથી જીવદયા પ્રેમી સચિન ગામીતને કોલ આપવામાં આવ્યો. કોલ આવતા તરત જ રેસ્ક્યુ ટીમ નાં સચિન ગામીત અને આશિષ ગામીત ઘટના જગ્યાએ પહોંચી 6 ફુટ લાબો અને 11 કીલો વજન ધરાવતા અજગર સાપને સહી સલામત રેસ્ક્યુ કરી ઊંડાણના જંગલ વિસ્તારમાં અજગર રિલીઝ કરવામાં આવ્યો.