Sunday, January 5, 2025

પાલનપુર અમદાવાદ હાઈવે પર અકસ્માત.

પાલનપુર અમદાવાદ હાઈવે પર અકસ્માત.

બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ બસના ચાલકનું મોત એક શખ્સને ઈજા પહોંચી.

પાલનપુર અમદાવાદ હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. રાત્રિના સમયે કાણોદર નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બસ ચાલકનું મોત નીપજ્યું હતું. ત્યારે એક શખ્સને ઈજા પહોંચી હતી. આ બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. રાત્રિના વડોદરાથી પાલનપુર આવી રહેલી બસ પાલનપુર તાલુકાના કાણોદર નજીક પહોંચતા જ ટ્રક સાથે ટક્કર થઈ હતી જેથી અકસ્માત સર્જાયો હતો બસના ચાલકનું મોત નીપજ્યુંબીજું હતું. બનાવના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. પોલીસને જાણ કરતા પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી હતી. લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. રિપોર્ટર પરબત દેસાઈ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores