સોનગઢ માં બાર કાઉન્સીલ ની ચુંટણી યોજાઈ.
(સંજય ગાંધી તાપી) દર વર્ષની ડિસ્મેબર મહિનામાં ગુજરાત રાજયના તમામ વકીલોનો ચુંટણીનો તહેવાર એટલે બાર કાઉન્શીલ ઓફ ગુજરાત માતૃસંસ્થાના નેજા હેઠળ ગુજરાતના તમામ વકીલ મંડળોની ચુંટણી યોજાતી હોય છે તેના ભાગરૂપે ગુજરાત રાજ્યના છેવળાના આદિવાસી વિસ્તાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકા વકીલ મંડળમાં પણ ચુંટણી પર્વ સમનવય રીતે ઉજવણી કરવામાં આવેલ હતી જ્યારે આખા ગુજરાતમાં તા.૨૦/૧૨/૨૦૨૪ ના રોજ ચુંટણી થતી હતી ત્યારે સોનગઢ તાલુકા વકીલ મંડળમાં સમરસ્તાથી સમનવય હોદ્દેદારોની નિમણુકના પ્રયત્નો ચાલુ હતા સોનગઢ તાલુકો આદિવાસી વિસ્તાર તરીકે પ્રચલિત છે ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર સાથે તાપી જિલ્લાનું ભૌગોલિક દ્રષ્ટિએ સૌથી મોટો તાલુકો છે અને તે તાલુકાના કોર્ટમાં વકીલો કાર્યરત હોય અને તેના હોદ્દેદારોની નિમણુક એ આખા ન્યાયિક પ્રણાલીને અસર કરતા રહે છે સોનગઢ તાલુકા વકીલ મંડળમાં શરૂઆતમા ચુંટણીના એંધાણ ઉભા થતા વકીલ મંડળના સિનિયર વકીલ અને પુર્વ પ્રમુખ નોટરી વકીલ રાકેશભાઈ બધેકા અને ઇશ્વરભાઇ ગામીત નાઓએ ચુંટણી કમિશ્નર અને ચૂંટણી અધિકારીની જવાબદારી સ્વીકારી સમરસ ચુંટણીના પ્રયત્નો કરતા તેમાં સફળતા મેળવી અંતે ચુંટણી પ્રક્રિયાને મતદાનથી અલિત્ત કરી સમરસતાથી નવે હોદ્દેદારોની નિમણુકમાં સફળતા મેળવતા સોનગઢ તાલુકા વકીલ મંડળ આજરોજ ખુશ ખુશાલ ઉત્સવમાં નજરે ચઢી આવેલ.
સોનગઢ તાલુકા વકીલ મંડળ સને ૨૦૨૫ ના પ્રમુખ તરીકે અનિલભાઈ ગામીત ઉપપ્રમુખ અને લાઈબ્રેરીયન તરીકે અજયભાઇ એસ. ગામીત તથા મંત્રી તરીકે દિલીપભાઈ ગામીત અને સહમંત્રી તરીકે અને મહિલા રીપ્રેસેન્ટેટીવ અને ખજાનચી તરીકે મનાલીબેન એન. ઢોડિયાની જાહેરાત થતા તમામ વકીલ મંડળના સભ્યોએ તે તમામ હોદ્દેદારોનો હર્ષો ઉલ્હાસથી સ્વીકારી સ્વાગત કરેલ છે અને આમ, સોનગઢ તાલુકા વકીલ મંડળ સમરસતાથી હોદ્દેદારોની નિમણુક કરવામાં સફળતા મેળવ્યા બાદ નવા હોદ્દેદારોએ નોટરી વકીલ રાકેશભાઈ બધેકા અને ઇશ્વરભાઇ ગામીતનો આભાર માનેલ હતો.