તાપી જિલ્લામાં યોજાનાર પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી સંદર્ભે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમીક્ષા બેઠક યોજાઇ.
સંજય ગાંધી તાપી : તા.02. પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લાના પટાંગણમાં યોજનાર છે. સમગ્ર કાર્યક્રમના સુચારું આયોજન અને પૂર્વ તૈયારી બાબતે આજરોજ કલેકટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઇ હતી.
વાલોડ તાલુકાના બાજીપુરા ખાતે 26મી જાન્યુઆરીના રોજ સવારે રાજયકક્ષા ના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવશે. આ માટે પોલીસ બંદોબસ્ત, અન્ય જીલ્લાઓ ના વિવિધ અધિકારીઓ, વી.આઈ.પી, વી.વી.આઈ.પી., પ્રભારી મંત્રીશ્રી, પ્રભારી સચિવ તેમજ રાજભવન ના અધિકારીઓ સમારોહમાં હાજર રહેશે. કલેકટરશ્રી એ તમામ સમિતિઓના અધ્યક્ષો પાસેથી સોંપવામાં આવેલા કાર્યોની સમીક્ષા કરી હતી.
કલેકટરશ્રી ડૉ. વિપિન ગર્ગે જિલ્લાના તમામ નાગરિકોને મુખ્ય સમારોહ તેમજ તા.25 જાન્યુઆરી ના રોજ યોજાનારા સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું. નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર. બોરડે જણાવ્યું હતું કે જિલ્લાનો મુખ્ય સમારોહ બાજીપુરા ખાતે યોજાશે તેમજ 26 જાન્યુઆરીના પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ વ્યારા ના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે આયોજિત કરવામાં આવશે.