*બનાસકાંઠાના ધાનેરા તાલુકા માં બાહોશ પી આઇ એ ટી પટેલ સાહેબ ની બદલી થતા ધાનેરા માં વિદાય સમારંભ યોજવામાં આવ્યો
મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા માં જ્યારથી ધાનેરા માં પીઆઇ. એ ટી પટેલ સાહેબ આવતાં ગુનેગારો ફફડી ગયા હતા અને ગઈ કાલે સાહેબ ની બદલી થતા શાનદાર વિદાય સમારંભ યોજી ને પીઆઇ એ ટી પટેલ સાહેબ ને વીદાય આપી હતી અને સાહેબ ની વિદાય સમારંભમાં લોકો ગામડા માં થી આવ્યા હતા અને ધાનેરા આજુબાજુના લોકો ના આખ ભીની થઈ ગઈ હતી અને સાહેબ ના પ્રવચન માં ધાનેરા પોલીસ માં ફરજ બજાવતા પોલીસ ની બદલી થતાં સાહેબે અભિનંદન પાઠવ્યા હતા
ધાનેરા શહેર ઘણા સમયથી પીઆઇ તરીકે ફરજ બજાવતા શ્રી એ ટી પટેલ સાહેબ ની બદલી નાં સમાચાર મળતાં ગ્રામ જનો અને તાલુકા ની જાહેર જનતા એ વિવિથ મોમેંટો અને ગિફ્ટ આપી ફૂલહાર થી અભિનંદન પાઠવી ભારે હદય સાથે વિદાય સમારંભ યોજીને વિદાઈ આપી હતી પીઆઇ શ્રી એ ધાનેરા પોસ્ટિગ મળતા જ તાલુકા ની જનતા નો વિશ્વાસ કેળવી તાલુકા માથી અસામાજિક તત્વો અને ગુના ખોરી રોકવા માટે અસરકારક કામગીરી હાથ ધરી હતી જે પૈકી ધાનેરા તાલુકામાં ક્રાઇમ નાં રેકોર્ડ માં નોધ પાત્ર ઘટાડો થયો હતો
આ વિદાય સમારંભમાં ધાનેરા ભાજપ અને કોંગ્રેસ ના નેતા પણ સાહેબ ના વિદાય સમારંભમાં સાહેબ ને વિદાય આપવા જોવા મળ્યા હતા
*અલ્તાફ મેમણ પાલનપુર*