વડાલીના યુવકને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું
પ્રાંતિજના સલાલના કોમ્પ્લેક્સ માં લાઈટ ફીટીંગ કરતી વખતે કરંટ લાગતા યુવક મોત ને ભેટ્યો
વડાલી ના ઉમિયા પાર્ક ના વતની નો સલાલના એક નવીન કોમ્પ્લેક્સમાં લાઈટ ફીટીંગ ની કામગીરી દરમિયાન અચાનક જ વીજ કરંટ લાગતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેમાં તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો
વડાલી ના ઉમિયા પાર્ક વિસ્તારના વતની કે જેઓ હાલ અમદાવાદના રહેવાસી મૌલિક કમલેશભાઈ પંડ્યા શુક્રવારે પ્રાંતિજ તાલુકાના સલાલ નજીકના એક નવીન કોમ્પ્લેક્સમાં લાઈટ ફીટીંગ નું કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ કોઈ કારણોસર વીજ કરંટ લાગતા તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઉપસ્થિત તબીબ દ્વારા મૃત જાહેર કરાયો હતો આ સમાચારથી પરિવારજનોમાં શોક નું મોજુ ફરી વળ્યું હતું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891