મહાકુંભ ૨૦૨૫ મહાકુંભમાં સ્વાસ્થ્ય, જ્ઞાન, પર્યાવરણ અને સમાજ સેવાનો પણ સંગમ થશે.
સંજય ગાંધી ગુજરાત તા.૬
મહાકુંભમાં નેત્ર કુંભમાં પાંચ લાખ નેત્રરોગીઓની થશે તપાસ : દંત કુંભમાં પણ હજારો દંતરોગીઓની થશે સારવાર : 10મીએ જ્ઞાનકુંભનો થશે આરંભ જેમાં દેશભરનાં શિક્ષણ વિદો હાજર રહેશે
સંગમની રેતી પર વસેલી અધ્યાત્મ નગરીમાં સ્વાસ્થય, શિક્ષણ, પર્યાવરણ અને સમાજ સેવાનો પણ કુંભ લાગશે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી યોજાનાર કુંભમેળામાં જયાં દેશ-વિદેશથી કરોડો શ્રદ્ધાળુઓ પુણ્યની ડુબકી લગાવશે ત્યા સમાજ પ્રત્યે સમર્પિત સંસ્થાઓ અને જનુની લોક પ્રકૃતિ સામે માનવ માત્રની સેવાનો સંકલ્પ પુરો કરતા જોવા મળશે.અહી લાખો નેત્ર અને દંત રોગીઓનો નિ:શુલ્ક ઈલાજ થશે તો જ્ઞાનની ત્રીવેણી પણ પ્રવાહીત થશે.
નેત્ર કુંભમાં પાંચ લાખ નેત્ર રોગીઓની થશે તપાસ:
મહાકુંભનાં સેકટર-6, બજરંગ માર્ગ પર રવિવારે નેત્ર કુંભનું ઉદઘાટન થયુ હતું. 9 એકરમાં લાગેલી શિબીરમાં 150 થી વધુ હોસ્પીટલોનાં 500 થી વધુ ડોકટરો પાંચ લાખ નેત્ર રોગીઓની સારવાર કરશે.ત્રણ લાખ જરૂરતમંદ લોકોને વિનામુલ્યે ચશ્મા વિતરીત કરાશે. 50 હજાર લોકોના મોતિયાના ઓપરેશન કરાશે.
દંત કુંભમાં 47 દિવસ સુધી થશે નિ:શુલ્ક ઈલાજ:દંત મહાકુંભમાં 47 દિવસ સુધી દંત પીડીતોનું થશે નિ:શુલ્ક નિદાન સારવારજ્ઞાન કુંભમાં પહોંચશે દેશભરનાં શિક્ષણવિદો:
શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ તરફથી સેકટર આઠમાં લગાવવામાં આવી રહેલા મહાકુંભમાં દેશભરનાં શિક્ષણવિદોનો સંગમ થશે.તેઓ રાષ્ટ્રીય શિક્ષણ ક્રિયાવિયન પર મંથન કરશે જ્ઞાનકુંભનું ઉદઘાટન 10 જાન્યુઆરીએ થશે. આઠ ફેબ્રુઆરીએ મહિલા સંમેલન યોજાશે.