કરુણા અભિયાન ૨૦૨૫ અંતર્ગત સાબરકાઠાં ફોરેસ્ટ વિભાગ પક્ષી બચાવ અભિયાન મિટિંગમાં કેટલાક જીવદયા પ્રેમીઓને બાકાત રખાતા વિવાદ .
સાબરકાંઠા માં આખુ વર્ષ સેવા કરતાં કેટલાક જીવદયા પ્રેમીઓ સાથે થયો અન્યાય.
સંજય ગાંધી તા.૦૬ સાંબરકાઠા જિલ્લા ફોરેસ્ટ વિભાગ ધ્વારા કરુણા અભિયાન ૨૦૨૫ અંતર્ગત ૩-૪ દિવસ પહેલા હિંમતનગર ખાતે આવેલ ધાણધા ફોરેસ્ટ વિભાગ ઓફીસ પક્ષી બચાવ અભિયાન અંતર્ગત બેઠક યોજવામાં આવી હતી.આ બેઠક માં સાબરકાંઠા જિલ્લા ના આખું વર્ષ સેવા કરતા જીવદયા પ્રેમીઓને મિટિંગ માં નહીં બોલાવતા વિવાદ સર્જાયો છે.આ બાબતે સમગ્ર વિવાદિત ઘટનામાં જીવદયા પ્રેમીઓને ફોરેસ્ટ વિભાગ ધ્વારા જાણ બહાર બેઠક કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.