Thursday, January 9, 2025

ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સમાજિક વન વિભાગનો યોજના વિષયક માર્ગદર્શન પરિસવંદ યોજાયો  

ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સમાજિક વન વિભાગનો યોજના વિષયક માર્ગદર્શન પરિસવંદ યોજાયો

 

સાબરકાંઠામાં સામાજિક વન વિભાગની વિવિધ યોજના વિષયક માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ્યથી કોન્ફરન્સ કોલ દ્વારા ગ્રામ પંચાયત પ્રતિનિધિ અને સક્રિય આગેવાનોને માર્ગદર્શન આપવામા આવ્યું.

 

સાબરકાંઠાના સામાજીક વન વિભાગ રિલાયન્સ ફાઉન્ડેશનના નાણાકીય સહયોગ થકી નરોત્તમ લાલભાઇ રુલર ડેવલમેન્ટ ફંડ સંસ્થા દ્વારા સાબરકાંઠા જિલ્લાના સિલેકટેડ ગામોમાં ડિઝીટલ પ્લેટફોર્મ દ્વારા જળ જળવાયું પરિવર્તનને ધ્યાનમાં રાખીને ગ્રામ વિકાસના ઉદ્દેશ્યથી કોન્ફરન્સ કોલ પરિસવંદ નું આયોજન કરવામાં આવ્યું , જેમાં 80 જેટલા ગ્રામ પંચાયત પ્રતિનિધિ તથા સક્રિય આગેવાનો જોડાઈને પ્રશ્નોતરી દ્વારા યોજના વિષયક માર્ગદર્શન મેળવ્યું.

 

પ્રસ્તુત કોન્ફરન્સ કોલ પરીસંવાદમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી એન.એ.ચૌધરી સાહેબ દ્વારા સામાજિક વનીકરણ વિભાગની સામૂહિક યોજનાઓ જેવી કે પંચરત્ન ગ્રામ વાટીકા , પંચરત્ન અમૃત સરોવર યોજના , ઇ પર્યાવરણ , ગ્રામવન ,હરિયાળું ગામ, પંચવટી યોજના, સ્મશાન સગડી, પવિત્ર ઉપવન યોજના , વન કુટિર વગેરે સામુહિક યોજના તથા વ્યક્તિગત યોજના જેમાં એગ્રો ફોરેસ્ટ , કિસાન નર્સરી ,નેશનલ બમ્બુ જેવી ઘણીબધી યોજના વિષયક માર્ગદર્શન આપીને ઉપરોક્ત તમામ યોજનાઓનો લાભ લેવા માટેની પ્રક્રિયા વિષયક સમજ ઉભી કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો.

 

કોન્ફરન્સ કોલ પરિસવંદ સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવા રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી એન.એ

ચૌધરી (ખેડબ્રહ્મા વિસ્તરણ રેન્જ) દ્વારા કોન્ફરન્સ કોલ માધ્યમે પર્યાવરણ કામગીરીને વેગ આપવાના તથા ગામલોકો સુધી સામાજિક વનીકરણ વિભાગની વિવિધ યોજના વિષયક માર્ગદર્શન મળી રહે તે ઉદેશ્યથી સરળ ભાષામાં ઉંડાણ પૂર્વક માહિતી આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

 

કોન્ફરન્સ કોલના અંતમાં ગ્રામ પંચાયત પ્રતિનિધિ તથા સક્રિય આગેવાનો દ્વારા પૂછવામાં આવેલ યોજના વિષયક તમામ પ્રશ્નોનો રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી એન. એ ચૌધરી દ્વારા સંતોષ કારક પ્રત્યુતર આપવાની સાથે સાથે નજીકની સામાજિક વનીકરણ વિભાગની ઓફિસની મુલાકાત લેવાનો અનુરોધ કરી કોન્ફરન્સ કોલ પરિસંવાદ પૂર્ણ જાહેર કર્યો હતો.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores