માતા – પિતા માટે ચિંતાજનક કિસ્સો તાપી ના વ્યારા માં.
તાપી ના વ્યારા શહેર ની શ્રેષ્ઠ ગણાતી સ્કુલ ના વિધાર્થી ચઢ્યા સિગારેટ ના રવાડે.
સંજય ગાંધી તાપી તા.૯
સમાજ માં દરેક માતા – પિતા પોતાના બાળક ની ચિંતા બાળક ના ભવિષ્ય ને લઈ કરતાં જ હોય છે પરંતુ બાળક જ જ્યારે નશાના રવાડે ચડે ત્યારે સમાજ માટે ખુબ મોટો ચિંતા જનક વિષય સામે આવ્યો છે ભારતભર સહિત અનેક રાજ્ય માં નવ યુવાન સિગારેટ જાણે એમ ફૂંક તો હોય છે જાણે પોતે નવાબ હોય.સરકાર શ્રી ના નિયમોનુસાર ૧૮ વર્ષથી નિચે ના ને તમાકુ તથા તેની બનાવટ વેચવી ગુનો બને છે પરંતુ દુકાનદાર પણ આંખ આડા કાન રાખી ધંધો કરી રહ્યા છે.આજ રોજ વ્યારા શહેર ની શ્રેષ્ઠ ગણાતી સ્કુલ ના ૫ વિધાર્થી ૨ ટુ-વ્હીલર લઈ સુરત હાઈવે તરફ આવેલ નહેર ની પાસે આવેલ ગૌચર જમીન માં સિગારેટ ફુંકતા અમારા રિપોર્ટર સંજય ગાંધી એ નરી આંખે જોયા અને વિડીયો ફોટોગ્રાફ પણ પાડી રાખ્યા છે પરંતુ બાળકો ના ભવિષ્ય ને ધ્યાન માં રાખી વિડીયો ફોટા ને પ્રસિધ્ધ નથી કર્યા.વાલીઓ ને ખાસ વિનંતી છે કે આપના બાળક ને જે પૈસા તમો એમની પોકેટ મની માટે આપો છે ક્યાં ખર્ચ થાય છે તે જાણવું જોઈએ અને બાળક સ્કુલ પછી કયાં જાય છે કોની સાથે જાય છે તે અવશ્ય ધ્યાન રાખવું જોઈએ.
સંજય ગાંધી તાપી – ૯૯૯૮૮૨૯૮૮૭