શ્રી ગુંદીખાણા પ્રા શાળામાં સ્વેટર વિતરણ કાર્યકમ યોજાયો
સાબરકાંઠા જિલ્લા ના પોશીના તાલુકામાં આવેલી શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળા જ્યાં આદિવાસી સમાજ ના 300 બાળકો અભ્યાસ કરે છે ત્યાં બોરીવલ્લી અંબાજી ધામ મુંબઈ ગુરુજીના આર્શીવાદ થી માનનીય અશોકભાઈ ગુપ્તાજી તથા મીઠાલાલજીના સહયોગથી શાળાના 300 બાળકોને શિયાળામાં ઠંડી થી રક્ષણ મળી રહે તે માટે સ્વેટર વિતરણ કરવામાં આવ્યા.આ પ્રસંગે શાળા પરિવારે દાતાશ્રીઓનું ભારતીય સંસ્કૃતિ પરંપરા અનુસાર કુમકુમ તિલક ઢોલ નગારા થી સ્વાગત કરવામાં આવ્યું અને બાળકો દ્વારા શ્રી રામસ્તુતિ અને રામ નામ સામુહિક મંત્રોચાર ઉચ્ચારણ કરીને દાતાશ્રીઓ જીવનમાં ખુબ પ્રગતિ કરે ખુબ સફળતા મેળવે એવી શુભકામનાઓ પાઠવવામાં આવી.આવા દાતાઓનો સમ્પર્ક કરી આપનાર આશિષભાઈ પટેલ અને રજનીભાઈ પ્રજાપતિ નો શાળા પરિવાર સદા ઋણી રહેશે..શ્રીમદ ભાગવત ગીતા માં કૃષ્ણ ભગવાન એ સ્પષ્ટ કીધું છે આંગળી ચિધનાર ને દાન આપનાર જેટલું જ પુણ્ય મળે છે શ્રી ગુંદીખાણા પ્રાથમિક શાળા પરિવાર તમામ દાતાશ્રીઓને વંદન કરે છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891