જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા ખાતે સુરક્ષા સેતુ કાર્યક્રમ યોજાયો
સાબરકાઠાં પોલીસ સુરક્ષા સેેેતુ સોસાયટી અર્તગત એ.ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની સંત શ્રી નથ્થુરામબાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મામાં ધોરણ-૧૦ અને ૧૨ ના વિધાર્થીઓને કરીયર કાઉન્સીલિગ સેમિનારનુ આયોજન કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન સુપરવાઇજે શ્રી આર પી વાલાએ કર્યું. જેમાં પી એસ આઈ શ્રી કે.વી.વહોનીયા દ્વારા વિધાર્થીઓને કારકિર્દી અને સ્પર્ધાત્માક પરિક્ષા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ તથા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ શ્રી મગનભાઈ અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાફિક જમાદાર શ્રી જયદીપભાઈ દ્વારા સાયબરઅવેરનેસ બાબતે જરૂરી માર્ગદર્શન પુુુરૂ પાડવામાં આવ્યુ તેમજ ટ્રાફિક નિયમની જાણકારી આપવામાં આવી હતી. આભાર દર્શન આચાર્યશ્રી સુરેશકુમાર એસ પટેલે કર્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવા ચિરાગ પટેલે ખૂબ મહેનત કરી. કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી રાજેન્દ્રસિંહજી દેવડાએ કર્યું હતું.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891