ખેડબ્રહ્મા પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી 11,400 કિંમત ની 57 ફીરકી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ ની આગામી ઉત્તરાયણના તહેવાર સંદર્ભે સાબરકાંઠા જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ગેરકાયદેસર ઉત્પાદન તેમજ વેચાણ કરતા ઇસમોને શોધી કરવા માટે સૂચના આપી હતી તે મુજબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ ના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરિયા સતત કાર્યશીલ હતા
જે દરમિયાન આજરોજ તાબાના પોલીસ કર્મચારીઓ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આગામી ઉત્તરાયણ તહેવાર અન્વયે પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન ખેડબ્રહ્મા હરણાવ નદીના નાના પુલ ઉપર આવતા ખાનગી બાતમીના આધારે ખેડબ્રહ્મા નદી કિનારે હનુમાનજી મંદિર પાસે એક ઈસમ પતંગ દોરાની દુકાનમાં ચાઈનીઝ તુક્કલ તેમજ ચાઈનીઝ માન્જા પ્લાસ્ટિક દોરીનું ગેરકાયદેસરથી વેચાણ કરે છે જે હકીકતની આધારે જગ્યાએ પતંગ ની દુકાને જઈ તપાસ કરતાં દુકાનમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ની ફીરકી નંગ 57 કિંમત ₹11,400 મુદ્દા માલ મળી આવતા કબજે લઈ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ આરોપી ગણેશપુરી નારાયણપુરી ગોસ્વામી રહે. ખેડબ્રહ્મા હરણાવ નદી કિનારે હનુમાન મંદિર પાસે તાલુકો ખેડબ્રહ્મા જીલ્લો સાબરકાંઠા ની વિરુદ્ધ બી એન એસ કલમ 223 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો
પત્રકાર. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891