ખેરોજ પોલીસ સ્ટેશન દ્વારા 2.50 લાખ ના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડયો
આંતરરાજ્ય બોર્ડર પરથી જિલ્લામાં પ્રોહિબિશન લગતા ગુનાઓ રોકવા માટે ખેરોજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી એન સાધુ સાહેબ તથા સ્ટાફના આ પો. કો. વિરેન્દ્રકુમાર અમૃતભાઈ, આ પો.કો. રાજુભાઈ લીંબાભાઈ આ પો.કો. નરેશભાઈ લાડુભાઇ તથા આ પો.કો. કમલભાઈ રણજીતભાઈ વિગેરે કાર્યશીલ હતા. તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે એક શંકાસ્પદ નંબર વગરની સફેદ કલરની ક્રેટા ગાડી કોટડા થી લાંબડીયા તરફ આવી રહેલ છે તે હકીકત આધારે પારસ વિદ્યાલય લાંબડીયા ખાતે આગળ નાકાબંધી ચેકિંગ કરતાં ઉપરોક્ત બાતમી વાળી ગાડી આવતા તેને ઉભી રખાવી ચાલકની પૂછપરછ કરતાં વધુ શંકાસ્પદ લાગતા creta ગાડી ને લાંબડીયા આઉટપોષ્ટ ખાતે લાવી ક્રેટા ગાડીના પાછળના ભાગે સીટની નીચે જોતો ગેરકાયદેસર ભારતીય વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડનો કુલ બોટલ 476 કિંમત રૂપિયા 2,52,820 નો મળી આવતો તથા ક્રેટા ગાડી ની કિંમત રૂપિયા 7 લાખ ગણી કુલ 9,52,820 નો મુદ્દા માલ કબજે કરી પકડાયેલ આરોપી કિશન કુમાર રતનલાલ ઓડ રાજપુત રહે રામપુરા ચોરાયા ઉદેપુર જી ઉદેપુર રાજસ્થાન વાળાને પકડી અપોકો વિરેન્દ્રભાઈ અમૃતભાઈએ ખેરોજ પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ તથા અન્ય બે વોન્ટેડ આરોપી મુદા માલ મંગાવનાર તથા મુદ્દા માલ ભરી આપનાર પિયુષભાઈ બ્રાહ્મણ રહે ઉદેપુર વાળા વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ અન્વયે ગુનો દાખલ કરાયો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891