ઊના તાલુકાના ગરાળ ગામ ખાતે કોળી સમાજના લોકોની ભવ્ય વિશાળ શોભાયાત્રા નીકળી
ગરાળ ગામે કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આગામી તા. 14 જાન્યુઆરીને મંગળવારના દિવસે ગીર-સોમનાથ સહિત રાજ્યભરમાં કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી ગરાળ ગામે પણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે સમસ્ત કોળી સમાજ દ્વારા માંધાતા પ્રાગટ્ય મહોત્સવ નુ આયોજન કરવામાં આવ્યું
ઊના તાલુકાના કોળી સમાજના અગ્રણી અને કોળી સેના ઊના તાલુકા પ્રમુખશ્રી પ્રવિણભાઇ મેવાડા,ઉપ પ્રમુખશ્રી ભાવેશભાઈ શીયાળ, અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખશ્રી રસિકભાઈ ચાવડા, સામાજિક કાર્યકર ભરતભાઈ શિગડ, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય શ્રી ચંદુભાઈ બાંભણીયા, કોળી સેના ઊના તાલુકા મહામંત્રી શ્રી કિશનભાઇ સોલંકી તથા સૌ કાર્યકર્તાઓ તાલુકા સંગઠન ટીમ ના માર્ગદર્શન હેઠળ માંધાતા પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવીજેમાં વિશાળ સંખ્યામાં શહેર અને ગ્રામ્ય પંથકમાંથી પણ કોળી સમાજના ભાઈ-બહેનો જોડાયા
રિપોર્ટર ધર્મેશ ચાવડા, ઊના






Total Users : 155059
Views Today : 