જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં અંડર 14 ભાઈઓ ખોખોની રમતમાં વિનય મંદિર ગ્રામ ભારતી સમગ્ર તાપી જિલ્લામા પ્રથમ ક્રમે વિજેતા.
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી) તા.17/1/2025ના રોજ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં જિલ્લા કક્ષાનો ખોખોની રમતનો ખેલ મહાકુંભ યોજાયો. જેમાં વેડછી પ્રદેશ સેવા સમિતિ વાલોડ સંચાલિત વિનય મંદિર ગ્રામ ભારતી કહેર કલમકુઈની ટીમ અંડર 14 ભાઈઓ ખોખો રમતાં સમગ્ર જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા બની મંડળ તથા શાળાનું ગૌરવ વધાર્યું હતું. હવે આગળ આ ખેલાડીઓ ઝોન કક્ષાએ તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ પ્રસંગે મંડળના પ્રમુખ મંત્રી, શાળાના આચાર્યે ખેલાડી તથા તેમના કોચને અભિનંદન પાઠવ્યા હતા.





Total Users : 146114
Views Today : 