સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર શ્રી ડો. રતનકંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.
હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી ઝાલાએ શહેરમાં ઓવર બ્રિજ, ટ્રાફિકની સમસ્યા, નગરપાલીકા વિસ્તારમાં ગટરવ્યવસ્થા, શહેરના રસ્તા, ખેડૂતોના પ્રશ્નો, સિંચાઇ માટે તળાવ ભરવા, હિંમતનગરના કોટલિયા અને મૂછનીપાળ ગામે જવા આવવા માટે રસ્તાના પ્રશ્ર, જનહિતને સ્પર્શતા પ્રશ્નો રજૂ કર્યા હતા. જેનો સંબંધિત અધિકારીઓએ જવાબ આપ્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી એ અમલીકરણ અધિકારીઓને એકબીજાના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું. સામાન્ય જનતા દ્રારા પુછાતા પ્રશ્નો ના જવાબ સમય મર્યાદામાં આપવા, કચેરીઓની સફાઇ, આરોગ્ય સેવાઓ અને સરકારી લેણાની વસુલાત અંગેના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી.
આ બેઠકમાં આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા,જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી કે.એ.વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, તમામ પ્રાંતશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 143021
Views Today : 