ખેલ મહાકુંભ 3.0 ની વૉલીબોલ સ્પર્ધામાં દિયોલી હાઈસ્કૂલ ની 4 વિદ્યાર્થિનીઓનું રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે સિલેકશન થયું
ખેલ મહાકુંભ ૨૦૨૪-૨૫ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા કક્ષાની અંડર ૧૭ વોલીબોલની સ્પર્ધા આજ રોજ તારીખ ૧૮/૧/૨૦૨૫ને શનિવારના રોજ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, ભોલેશ્વર, હિંમતનગર ખાતે યોજાઈ હતી. જેમાં શ્રીમતી એમ. જે. મેવાડા શિવશક્તિ વિદ્યામંદિર, દિયોલીની બહેનોની ટીમે ઈડર તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં જિલ્લા કક્ષાએ ઉત્તમ દેખાવ કરી ફાઇનલમાં પહોંચી હતી ને ટીમ રનર્સઅપ રહી હતી. વિજેતા થયેલી ટીમમાં શાળાની ચાર વિદ્યાર્થીનીઓ સિલેક્ટ થઈ અને હવે આગામી તારીખોમાં આ ટીમ રાજ્ય કક્ષાએ સાબરકાંઠા જિલ્લા ને ઈડર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. દિયોલી હાઇસ્કૂલનું નામ જિલ્લા કક્ષાએ ગુંજતું કરવા બદલ શાળાની દીકરીઓ તેમજ એમના કોચ અને શિક્ષક શ્રી જગદીશભાઈ પટેલને શાળાના આચાર્ય સંદીપભાઈ પટેલ તેમજ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન સાથે રાજ્ય કક્ષાએ પણ ઉત્તમ દેખાવ કરવા માટે અઢળક શુભેચ્છા પાઠવે છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 146619
Views Today : 