તાપી જિલ્લાના વ્યારા ખાતે RSSનું ભવન બનાવવા ભૂમિ પૂજન થયું.
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
તાપી જિલ્લામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આરોગ્ય,શિક્ષણ, ધર્મ જાગરણ સહીત અનેક સેવા પ્રવુતિના પ્રકલ્પો વધ્યા વધ્યા છે. આ સેવા કાર્યોને વેગવંતુ રાખવા વ્યારા જુના હાઇવે રોડ પર રિધમ હોસ્પિટલ પાછળ આવેલી ડ્રીમ સીટી સોસાયટીમાં આરએસએસના કાર્યાલય ભવનનું નિર્માણ થઇ રહ્યું છે.રવિવારે ડૉ.હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ ટ્રસ્ટ પ્રેરિત કાર્યલય ભવનના ભૂમિ પૂજનનો કાર્યક્રમ થયો. ટ્રસ્ટના પ્રમુખ રણછોડ ધોળીયા ,ટ્રસ્ટી ગુણવંત ઢીંમર, પ્રાંત સહ કાર્યવાહ અખિલેશ પાંડે, વિભાગ સહ કાર્યવાહ પ્રોફેસર વસંત ગામીત, વિભાગ શારીરિક પ્રમુખ શૈલેષ ભીમાણી, સેવિકા સમિતિના મહિલા આગેવાન કલ્યાણી પંડ્યા સહીત સંઘ પરિવારના વિવિધ સંગઠન, આયામો તથા રાજકીય આગેવાનો સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં તાપી જિલ્લા કાર્યવાહ સંદીપ ચૌધરી સહીત મહાનુભાવોએ પૂજા અર્ચન કરી કાર્યાલયના ભવન માટે ભૂમિ પૂજન કર્યું હતું. ઉપસ્થિત કેટલાક દાતાઓ દ્વારા દાનની સરવણી પણ થઇ હતી. પ્રાંત સહ કાર્યવાહ અખિલેશ પાંડે એ ભવનનો ઉપયોગ ગ્રામીણ વિસ્તારના વિધાર્થીઓના કોચિંગ સેન્ટર, લાયબ્રેરી સહીત સેવાના પ્રકલ્પો માટે કરવામાં આવશે એમ જણાવ્યું હતું. સાથે અન્ય મહાનુભાવોએ સદ્ભાવના, સમરતા સાથે વિભાગમાં ચાલતી પ્રવૃત્તિઓ અંગે સૌને માહિતગાર કર્યા હતા.






Total Users : 142484
Views Today : 