તાપી ના સોનગઢ નગરપાલિકા માં આ વખતે જામશે ત્રિપાંખિયો જંગ.
તાપી ના સોનગઢ નગરપાલિકા ના ચૂંટણી ના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ઠંડી ના માહોલ માં ગરમાવો જોવા મળ્યો છે.
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
તાપી ના સોનગઢ નગરપાલિકા ની વાત કરીએ તો નગરપાલિકા ના કુલ ૭ વોર્ડ આવેલા છે જેમાં ગત ચુંટણીમાં ૨૧ સીટ ભાજપ ના ફાળે અને ૭ સીટ કોંગ્રેસ ના ફાળે ગઈ હતી પરંતુ ગત વિધાનસભાની ચૂંટણી માં આમ આદમી પાર્ટી એ તાપી માં પગલાં માંડ્યાં છે ત્યારે આ વખતે સોનગઢ નગરપાલિકા માં ત્રિપાંખિયો જંગ જામશે એવી શક્યતા રહી છે.સોનગઢ નગર પાલિકા છેલ્લા ૨ વર્ષ થી વગર પ્રમુખે ચાલતી હતી ત્યારે લોકો ચૂંટણી ની આતુરતા થી રાહ જોઈ રહ્યા હતા ચૂંટણી ની તારીખો જાહેર થતાં ઠંડી ના માહોલ માં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.ચૂંટણી લડવા માટે ઉમેદવાર પોતાને ટીકીટ મળે એવા હવાતિયાં કરવાં જોવા મળી રહ્યા હતા.સોનગઢ નગરપાલિકા ની ચુંટણી ૧૬ ફેબ્રુઆરી એ યોજાનાર છે અને ૧૮ ફેબ્રુઆરી એ પરિણામ જાહેર થશે.સોનગઢ નગરપાલિકા માં આ વખતે પરીવર્તન આવશે કે પુનરાવર્તન તે જોવું રહ્યું.