તાપી જિલ્લા ઉચ્છલ પ્રધાનમંત્રી આવાસ યોજના કામગીરી બાબત આવેદન પત્ર આપવામાં આવ્યું
પ્રઘાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ આવાસ પ્લસ ૨૦૨૪ સર્વેક્ષણની કામગીરી સમય મર્યાદામાં પુર્ણ કરાવવા બાબત આવેદન પત્ર આપવામાં આવ્યું.
(સંજય ગાંધી એક ભારત ન્યુઝ તાપી)
હાલમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ની સર્વેક્ષણની કામગીરી તા. ૧૫/૦૨/૨૦૨૫ સુધીમાં પુર્ણ કરવા માટે કમિશ્નરશ્રી ગ્રામ વિકાસની કચેરી, ગાંધીનગરના પત્ર તા. ૦૬/૦૧/૨૦૨૫ થી જણાવવામાં આવેલ છે કે, પ્રઘાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) પુર્ણ કરવામાં આવે. આ કામગીરી તલાટી ક્રમ મંત્રીશ્રીઓને સોંપવામાં આવેલ છે. પરંતુ એમને ગ્રામ પંચાયત અને અન્ય કામગીરીનું ભારણ વધુ હોય તેઓ આ કામગીરી સમય મર્યાદામાં પુર્ણ કરી શકે એમ ન હોવાથી આ કામગીરી તાલુકા પંચાયત કચેરી ઉચ્છલનાં અન્ય કર્મચારીઓ મારફત કરાવી ઉચ્છલ તાલુકાના ગરીબ લાભાર્થીઓને પ્રથાનમંત્રી આવાસનો લાભ મળે. જેથી સમય મર્યાદામાં કામગીરી પુર્ણ કરાવવા અન્ય કર્મચારીઓને ગ્રામ પંચાયત અથવા ગામ પ્રમાણે કામગીરી સોંપવામાં આવે એવી લોક માંગણી છે.