Monday, February 17, 2025

વ્યારા ટાઉનના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

વ્યારા ટાઉનના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

 

દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે યોજાનાર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં તાપી જિલ્લાના તમામ નાગરિકોને જોડાવા તાપી જિલ્લા તંત્ર દ્વારા ભાવભિનું આમંત્રણ

(સંજય ગાંધી એક ભારત ન્યુઝ ) : તા. ૨૪ તા. ૨૫ મી જાન્યુઆરીના રોજ સાંજે ૪:૦૦ કલાકે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને સયાજી ગ્રાઉન્ડ, વ્યારા ખાતે એટ હોમ કાર્યક્રમ યોજાશે. જેમા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આમંત્રિત મહેમાનો સાથે સંવાદ સાંધશે.

 

આ સાથે સાંજે ૭.૦૦ કલાકે વ્યારા ટાઉનના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાની સામાજીક, આર્થિક અને ભૌગોલિક, સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. જેમાં તાપી જિલ્લાના તમામ નાગરિકોને નાગરિકોને જોડાવા તાપી જિલ્લા તંત્ર દ્વારા ભાવભિનું આમત્રણ પાઠવવામાં આવ્યું છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે પોતાની પ્રેરક ઉપસ્થિતિ નોંધાવશે. ત્યારે રાષ્ટ્રીય પર્વને અનુલક્ષીને થનારા કાર્યક્રમોમાં ટ્રાફિક નિયમન સંદર્ભે નાગરિકોનો સહકાર મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

- Advertisement -
અન્ય સમાચાર

Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores