હિંમતનગર ખાતે સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીને લઇ નોડલ અધિકારીશ્રીઓની તાલીમ યોજાઈ
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા વિવિધ નગરપાલિકાઓ તથા ગ્રામ પંચાયતોમાં ચૂંટણી અને પેટા ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે અંતર્ગત સાબરકાંઠાની ત્રણ નગરપાલિકા તલોદ, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા તથા વિજયનગર,પોશીના અને પ્રાંતિજ તાલુકા પંચાયતની માટે પેટા ચૂંટણી જાહેર કરી છે.જેનું મતદાન 16 ફેબ્રુઆરી તથા 18 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.
નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી પ્રક્રિયા થાય તે માટે હિંમતનગર કલેકટર કચેરી ખાતે ચૂંટણી માટે નિમાયેલા નડેલ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી.
આ તાલીમમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વિવિધ નોડેલ અધિકારીશ્રીઓને કરવાની થતી કામગીરી અંગે માહિતગાર કરાયા હતા. જેમાં કો-ઓર્ડીનેશન, સુપરવિઝન,મતપેટી મેનેજમેન્ટ કામગીરી, કાયદો અને વ્યવસ્થા, ઓબ્ઝર્વેર લાયઝનીંગ, કોમ્પ્યુટરાઈઝેશન તથા ઇ- ડેશ વર્ડમાં ડેટા એન્ટ્રી, હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ, મતદાન મથકોને લગતી કામગીરી અંગે વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
આ તાલીમમાં ગ્રામ એજન્સી નિયામકશ્રી કે. પી પાટીદાર,ડિસ્ટ્રિક્ટ લેવલ માસ્ટર ટ્રેનરશ્રી અંકિતભાઈ પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જાગૃતીબેન ચૌધરી સહિત વિવિધ નોડેલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891