તાપી જિલ્લા ખેલમહાકુંભમાં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ વ્યારાની ટીમો વિજેતા
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
તાપી જિલ્લાનો ખેલ મહાકુંભ તાજેતરમાં વ્યારા ખાતે યોજાયેલ જેમાં સમગ્ર તાપી જિલ્લામાંથી વિવિધ રમતોમાં વિવિધ કેટેગરીમાં મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધેલ.
જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલ વ્યારાની ટીમોએ પણ વિવિધ કેટેગરીમાં ભાગ લીધેલ જેમાંથી વોલીબોલમાં અન્ડર ૧૭ બહેનોની ટીમ અને અન્ડર ૧૪ ભાઇઓની ટીમ બન્ને ટીમ વિજેતા બની હતી.જ્યારે સ્કેટીંગમાં અન્ડર ૧૧/૧૪/૧૭ એમ દરેક કેટેગરીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલ છે.

સમગ્ર જિલ્લામાં જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલની ટીમો વિજેતા બનતા સૌ શાળા પરિવારમાં ખુશીની લાગણી છવાઇ ગઇ હતી.
ખેલ મહાકુંભમાં ભાગ લેનાર અને વિજેતા બનનાર દરેક ટીમને અને માર્ગદર્શક અને કોચ એવા શાળાના વ્યાયામ શિક્ષકને શાળાના આચાર્યશ્રી શ્રીમતી નીકીતાબેને અભિનંદન પાઠવ્યા હતા.
શાળાના એમ.ડી.શ્રી નયનભાઇએ પણ દરેક વિધાર્થીઓ અને સ્ટાફને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.







Total Users : 145600
Views Today : 