સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈ મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓને ધ્યાને લેવા બાબત
ગુજરાતના રાજય ચૂંટણી આયોગ ધ્વારા મહાનગરપાલિકા/નગરપાલિકા તથા જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી ૨૦૨૫નો ચૂંટણી કાર્યક્રમ તા.૨૧/૦૧/૨૦૨૫ના રોજ જાહેર થયેલ છે.અગાઉની ચૂંટણીઓમાં કેટલાક વાંધાજનક એસ.એમ.એસ.(ટુંકા સંદેશ સેવા),એમ.એમ.એસ.. સોશીયલ મિડીયા તથા સંદેશા વ્યવહારના અન્ય સાધનો થકી ચૂંટણી પ્રક્રિયાને દુષિત કરવાનો કેટલાક લોકો ધ્વારા પ્રયાસ થયાનું અનુભવ પરથી જણાયેલ છે. સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓની આગામી ચૂંટણીઓમાં સ્થાપિત હિતો ધરાવતા ઈસમો ધ્વારા આવો દુરૂપયોગ કરવામાં આવે તેવી શકયતા રહેલ છે. આવા કૃત્યોના લીધે ચૂંટણીના કાયદાની જોગવાઈઓ, આદર્શ આચાર સંહિતા તથા રાજ્ય ચુંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સૂચનાઓનો ભંગ થાય છે. આવા અનિચ્છનીય કૃત્યોથી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા દુષિત થવાની સંભાવના હોઈ આવી પ્રવૃતિઓ તાત્કાલીક અટકાવવી અત્યંત આવશ્યક છે. આ ઉપરાંત ચૂંટણી સંદર્ભમાં શાંત વાતાવરણ ડહોળાઈ જાય તેવા બદઈરાદાથી તેમજ કોમ કે ધર્મ કે જ્ઞાતિ વચ્ચે સંઘર્ષ ઉભો કરવાના હેતુથી કેટલાક ઈસમો ઉશ્કેરણીજનક એસ.એમ.એસ.. એમ એમ એસ. સોશીયલ મિડીયા તથા સંદેશા વ્યવહારના અન્ય સાધનોનો ઉપયોગ કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. અનુભવના આધારે અને વ્યાપક મળતી માહિતીના આધારે પ્રસ્થાપિત થયેલ છે કે કોમી તંગદીલી ફેલાવે કે કાયદો અને વ્યવસ્થા જોખમાવે કે ચૂંટણી પ્રક્રિયાને ખોરંભે પાડે તેવા વજુદ વગરના સમાચારો મોબાઈલ ફોનના ગ્રુપ/વ્યક્તિગત એસ.એમ.એસ,સંદેશા વ્યવહારના અન્ય સાધનો ધ્વારા પ્રસારિત થાય છે અને આવા ખોટા સંદેશા વ્યવહારની લોકોમાં આપ-લે થવાના પરીણામ સ્વરૂપે કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી સંભાવના રહે છે. મુકત, ન્યાયી તથા તટસ્થ રીતે ચૂંટણી યોજવાના હેતુથી કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડૉ.રતનકંવર ગઢવીચારણને મળેલી સત્તાની રૂએ પ્રતિબંધક હુકમ જાહેર કરાયા છે. આથી સાબરકાંઠામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવીકે, વોડાફોન, બી.એસ.એન.એલ., રીલાયન્સ, ટાટા, એરટેલ, આઈડીયા, વીડીયોકોન,રિલાયન્સ, જીઓ વગેરે તેમજ ફેસબુક, ટિવટર, વોટસએપ જેવી સોશીયલ સાઈટ પુરી પાડતી કંપનીઓએ સાબરકાંઠાના ચૂંટણી હેઠળના તમામ વિસ્તારોમાં પ્રસ્થાપિત કાયદાનો ભંગ થાય,ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય,રાજય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય,મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ગ્રુપાબલ્ક એસ.એમ.એસ.,અન્ય કોઈ પણ પ્રકારના સંદેશાઓ તા.૨૧/૦૨/૨૦૨૫ સુધી પ્રસારીત કરશે નહીં કે કરવા દેશે નહીં. વધુમાં રાજકીય સ્વરૂપના કોઈ પણ પ્રકારના સંદેશાઓનું પ્રસારણ મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે તા.૧૪/૦૨/૨૦૨૫ સાંજના ૧૮:૦૦ કલાકથી તા.૧૬/૦૨/૨૦૨૫ સાંજના ૧૮:૦૦ કલાક સુધી સંપૂર્ણપણે પ્રતિબંધીત કરશે.આ હુકમનું ઉલ્લંઘન કરનાર શિક્ષાપાત્ર બનશે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891