પેટલાદ તાલુકાની ભારેલ પ્રાથમિક શાળામાં 76માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ.
ભારેલ પ્રાથમિક શાળામાં 76માં પ્રજા સત્તાક દિનની ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ તેમજ કન્યા વિદ્યાલય ભારેલ ના વિદ્યાર્થીનીઓ અને શિક્ષક ગણની મોટી સંખ્યામાં ગણતંત્ર દિનની ઉજવણી સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી કરાઈ .કન્યા વિદ્યાલય અને પ્રાથમિક શાળાના બાળકોએ રંગારંગ કાર્યક્રમો રજુ કરી બધાને મંત્રમુગ્ધ કર્યા.દાતાઓનું સન્માન કરવામાં આવ્યું.તેમજ ગામની દીકરીના હસ્તે ધ્વજ વંદન કરાવવામાં આવ્યું.ગામના લોકોએ કાર્ય ક્રમો માટે પ્રોત્સાહન સ્વરૂપે દાન આપ્યું.મોટી સંખ્યામાં એસ.એમ.સી.સભ્યો અને ગ્રામવાસીઓ હાજર રહ્યા હતા.માજી સરપંચ અને ડે. સરપંચ તરફથી ધોરણ 1 થી 11 સુધીના વિદ્યાર્થીઓમાં 1 થી 3 નમ્બર ઉત્તીર્ણ થનારને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા.
દૂધ મંડળી તરફથી લાડુનું વિતરણ કરવામાં આવ્યું.શાળા સમગ્ર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમની રૂપરેખા કનૈયાલાલ વર્માએ તૈયાર કરી હતી. શાળા આચાર્ય પ્રકાશભાઈ મેકવાને કાર્યક્રમનું સંચાલન કર્યું.પરેશભાઈ જોષીએ સૌનો આભાર માન્યો.
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 