ભારત દેશના મહામહિમ્ રાષ્ટ્રપતિશ્રી નાઓ દ્વારા શ્રી મુકેશ નેગી (આસિસ્ટન્ટ ઇન્ટેલિજન ઓફિસર સી.આઈ.ડી.આઈ.બી.) નાઓને પ્રશંસનીય સેવા મેડલની જાહેરાત કરેલ છે.
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
શ્રી મુકેશ નેગી નાઓ સને- ૨૦૦૦ માં નર્મદા જિલ્લા પોલીસ વિભાગમાં પોલીસ તરીકે પ્રથમ પોસ્ટિંગ મેળવી નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ઉત્તમ કામગીરી સાથે પોલીસિંગની શરૂઆત કરેલ જેથી પોલીસના ઉપરી અધિકારીઓ દ્વારા તેઓને તુરંત ડિટેકશન સ્ટાફમાં તેઓની નિમણૂક કરેલ હતી. 
બાદ એસપી સ્કોડ તથા એસ.પી.કચેરી નર્મદા ખાતે વિવિધ વિભાગોમાં ફરજ બજાવી અધિકારીશ્રીઓ સાથે ક્રાઈમ, ઇન્ટેલિજન્સી અને કોમ્પ્યુટર રાઈઝેશન લગતી કામગીરી કરેલ જે કામગીરી અધિકારીશ્રીઓએ ધ્યાને લેતા ટૂંક સમયમાં તેઓ વડોદરા રેન્જ આઈ.જી.પી. શ્રી રાકેશ અસ્થાના સાહેબની (આર. આર સેલ.) ટીમમાં નિમણૂક પામેલ હતા. શ્રી નેગીની ધગસ અને કામગીરી પ્રત્યે વફાદારી અને નિષ્ઠાના કારણે ટૂંક સમયમાં પોલીસ અધિકારીઓમાં તેઓએ ખૂબ ચાહના અને નામના મેળવેલ હતી.
સને ૨૦૦૬ માં શ્રી મુકેશ નેગી નાઓ ખાતાકીય પરીક્ષા પાસ કરી ગુજરાત રાજ્ય સી.આઈ.ડી. (આઈ.બી.) વિભાગમાં ડેપ્યુટેશન ઉપર તેઓની આસિસ્ટન્ટ ઇન્ટેલિજન ઓફિસર તરીકેની નર્મદા જિલ્લામાં ફરીથી નિમણૂક થયેલ. નર્મદા જિલ્લામાં તેઓ દ્વારા *માનવતાને જ પ્રથમતા* ના સ્લોગન સાથે વહીવટી તંત્ર સાથે મળી અસાધારણ કામગીરી કરી રાજપીપળા ના વિવિધ વર્ગો માં ખૂબ નામના મેળવેલ હતી.
સને ૨૦૧૮ માં વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ કાર્યક્રમમાં વિવિધ વીઆઇપી મુવમેન્ટો તેમજ કાયદો અને વ્યવસ્થા લગત સવિશેષ કામગીરી કરેલ અને સને -૨૦૧૯માં શ્રી મુકેશ નેગી ની વડોદરા રીજિયન (સી.આઇ.ડી.આઇ.બી.) ખાતે બદલી થતાં એસપી સાહેબશ્રી ના માર્ગદર્શન અને સૂચના મુજબ વિશેષ કામગીરી કરી, કામગીરી પ્રત્યે વફાદારી અને સહજ વ્યક્તિત્વના કારણે તેમજ સાચા અર્થમાં *પોલીસ પ્રજાનો મિત્ર છે* એવું સાબિત કરી શ્રી મુકેશ નેગી નાઓએ તેઓના પોલીસ ફરજના કાર્યકાળ દરમિયાન અનડીટેકટ ગુનાઓ ડિટેક્ટ કરી, દારૂ અને જુગારના ગણનાપાત્ર કેસો કરી,વોન્ટેડ આરોપીને પકડી કાયદો અને વ્યવસ્થા અનુસંધાને ઇનપુટ્સ આપી, વી.વી.આઈ.પી. સુરક્ષા તેમજ ૨૬ જાન્યુઆરી ૨૦૧૭ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે ન્યુ દિલ્હી ખાતે દિલ્હી પોલીસ સાથે ફરજ બજાવી વિગેરેની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ શ્રી મુકેશ નેગી (આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર સી.આઈ.ડી.આઈ.બી.) ને ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે તેઓ દ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય કામગીરી કરવા બદલ માન. મહામહિમ્ રાષ્ટ્રપતિ શ્રી નાઓ દ્વારા શ્રી મુકેશ નેગીને *પ્રશંસનીય સેવા મેડલ* આપવાની જાહેરાત કરેલ છે. ઉપરોક્ત જાહેરાત બાદ વડોદરા ,નર્મદા જિલ્લા સહીત તેમના જન્મ સ્થળ ઉકાઈ તેમજ સોનગઢ,વ્યારા અને સુરત, તાપી જિલ્લામાંથી નિષ્ઠાવાન પોલીસ અધિકારીને મિત્રવર્તુળ અને પ્રજાજનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહેલ છે.







Total Users : 145600
Views Today : 