ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માદક પદાર્થ ગાંજો 4. 050 કી ગ્રા. સાથે 5 આરોપીને સાબરકાંઠા એસ ઓ જી એ ઝડપી પાડ્યા
ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં માદક પદાર્થ ગાંજાની ડીલીવર આપનાર તથા ડીલીવરી લેનાર કુલ-૦૫ આરોપીને માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૪.૦૫૦ કિ.ગ્રા. મળી કુલ રૂ.૯,૦૦,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓએ જીલ્લામાં એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે ડી.સી. સાકરીયા, પો.ઇન્સ. એસ.ઓ.જી., સાબરકાંઠા નાઓની સુચના મુજબ .પો.કોન્સ. નિકુંજકુમાર નરસિંહભાઇ બ.નં-૯૦૦ ને મળેલ ખાનગી બાતમી હકિક્ત અન્વયે ઇડર તાલુકાના સાબલવાડ ગામની સીમમાં બોલેરો ગાડી લઇ માદક પદાર્થ ગાંજાની ડીલીવરી આપવા આવેલ બે ઇસમો તથા હ્યુડાઇ કંપનીની વર્ના ગાડી લઇ ડીલીવરી લેવા માટે આવેલ ત્રણ ઇસમો માદક પદાર્થ ગાંજાની ડીલીવરી આપતા હતા દરમ્યાન પકડાઇ જતાં ઇડર પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 