ભારતીય બંધારણ વિષે યોજયેલ લેખન અને ચિત્રસ્પર્ધા માં ભાગ લેનારા વિદ્યાર્થી ઓને સન્માનિત કરાયા.
સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ અને કમ્યુટીની ધ યુથ કલેકટીવ દ્વારા આવો જાગ્રિક બને હમ સંવિધાન લાઇવ બી અ જાગ્રિક પ્રોગ્રામ ચલાવવા માં આવ્યો જેમાં સાબરકાંઠા માં આવેલી મદ્રેસા મોઈનુલ ઇસ્લામ સ્કૂલ હિંમતનગર ની વિદ્યાર્થિની મામુ સામિયાફાતેમા મોઈન ભારતીય પાર્લામેન્ટ નું ખૂબ જ સુંદર ચિત્ર દોરી પ્રથમ નંબરે આવેલ. જેમને સંસ્થાના પ્રમુખ ગુલનાર બહેન પઠાણ દ્વારા ગોલ્ડ મેડલ આપી સમ્માનિત કરવામાં આવેલ. તેઓએ બાળકોના બંધારણીય અધિકારો વિષે સમજ આપતાં હતું
કે ભારતીય સંવિધાનથી મળેલા માનવીય મૂલ્યો અને કર્તવ્યો સાથે બાળકોના અધિકારો વિષે દરેક બાળકોને વિષેશ જાણકારી હોવી જોઈએ તેની વિસ્તૃત માહીતી આપી હતી. પ્રથમ નંબરે આવેલ પેઇન્ટિંગ ને ગૂલનાર બહેને શાળા ના પ્રિન્સિપાલ શ્રી સોયેબભાઈ પુનાસિયા સાહેબને શાળા માટે ભેટ સ્વરૂપ આપ્યું હતું. શાળા ના આચાર્યશ્રી શોયેબ ભાઈએ વિદ્યાર્થિઓને અભ્યાસ ની સાથે શારીરિક અને માનસિક વિકાસ થાય અને જીવનમાં ઉપયોગી નીવડે તેવી દરેક સ્પર્ધાઓ માં ઉત્સાહ સાથે ભાગ લેવા બાળકોને પ્રોત્સાહિત કરતું પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમ મદ્રેસા મોઈનુલ ઇસ્લામ સ્કૂલ માં યોજવામાં આવ્યું હતું.
બ્યુરો રીપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 