જંગલ છોડી સિંહ શેરીઓમાં પહોંચ્યા, સિંહ આવતા લોકોએ કરી મુકી બૂમાબૂમ
જંગલ નજીકનાં ગામડા અને શહેરમાં અવારનવાર સિંહ આવી ચઢે છે. ત્યારે ઉનાનાં શ્રીજી પાર્ક અને ભોઈલા વાડી વિસ્તારમાં રાત્રીનાં સમયે સિંહ આવી ચઢ્યો હતો. શેરીમાં સિંહ આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકોએ દરવાજા બંધ કરવા બૂમાબૂમ કરી મુકી હતી. ગીર સોમનાથ જિલ્લામાં સિંહનો વસવાટ છે. સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓ શહેરો સુધી પહોચી ગયા છે. શિકારની શોધમાં રાત્રીનાં શહેરની ગલીઓમાં સિંહ ફરતા જોવા મળે છે. તેમજ ગામમાં સિંહ આવી ચઢયાનાં વીડિયો વાયરલ થતા રહે છે. ઉનામાં આવેલ શ્રીજી પાર્ક તેમજ ભોઈલા વાડી વિસ્તાર નજીક સિંહ આવતા ફફડાટ ફેલાયો હતો. અહીંનો વીડિયો વાયરલ થયો હતો.ગીર વિસ્તારમાં નજીક આવેલા ઉના શહેરની હદ વિસ્તારમાં આવેલ ભોઇલા વાડી શ્રીજી પાર્ક વિસ્તારમાં રાત્રીના સમયે સિંહ શિકારની શોધમાં આવ્યો હતો.શેરીમાં સિંહ આવતા લોકોએ દરવાજા બંધ કરવાની બૂમાબૂમ કરી હતી. આ સમગ્ર ઘટના સ્થાનિક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી હતી.ઉના શહેર ધમધતુ શહેર છે, છતાં શહેરમાં આવેલ શ્રીજી પાર્ક અને અનેક વિસ્તારમાં અવારનવાર શિકારની શોધમાં સિંહ આવતા હોય છે. ત્યારે વધુ એક વખત રેવન્યુ વિસ્તારમાં સિંહ શિકારની શોધમાં આવ્યા હતો. શિકારની શોધમાં સિંહ આવતા રખડતા પશુઓમાં દોડધામ મચી ગઇ હતી. ગીર સોમનાથ,અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં સિંહ પરિવાર લટાર મારતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. તેમજ શિકારની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. સિંહ જંગલનાં સીમાડા વટાવીને શહેરો સુધી પહોચી ગયા છે અને પશુઓનો શિકાર કરતા હોય છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે.
(ધર્મેશ ચાવડા દ્વારા)
ન્યૂઝ ઓફ વડાલી







Total Users : 145600
Views Today : 