પોલીસે ટૂંક સમયમાં 05 મોબાઇલ શોધી કાઢ્યા: ઉનામાં અરજદારોના ગુમ થયેલા 5 કિંમતી મોબાઈલ ફોન પોલીસે ટેકનોલોજીની મદદથી શોધી કાઢી મુળ માલિકને પરત કર્યાં

ઉના પંથક વિસ્તારમાં અરજદારોના ગુમ થયેલ, પડી ગયેલ કે ખોવાઈ ગયેલા કિંમતી મોબાઈલ ફોન પોલીસે ટેકનોલોજીની મદદથી તમામ મોબાઈલો શોધી કાઢી મુળ માલિકને પરત સોપવામાં આવ્યાં હતાં. આમ ઉના પોલીસે ટુંકા સમયગાળા દરમિયાન કુલ 05 મોબાઇલ ફોન શોધી કાઢતા પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.
જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લાના પોલીસ અધિક્ષક સાહેબશ્રી મનોહરસિંહજી જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એફ.ચૌધરી સાહેબ ઉના વિભાગ ઉના નાઓના આદેશ તથા ઉના પોલીસ સ્ટેશન થાણા અધિ.શ્રી પોલીસ ઇન્સ્પેકટર એમ એન.રાણા સાહેબ નાઓની સુચના તથા સેકન્ડ પો.ઇન્સ.શ્રી જે.જે.પરમાર સાહેબ તથા ઉના ઉત્તર ટાઉન ઇન્ચાર્જશ્રી પો.સબ.ઇ. એસ.બી.બોરીચા નાઓના માર્ગદર્શન મુજબ હાલના સમયમાં જાહેર જનતાના મોબાઇલ ગુમ ગઇ જાવાના તથા ખોવાય જવાના બનાવો
વધુ પ્રમાણમાં બનતા હોય જે અનુસંધાને જરૂરી કાર્યવાહી કરી અરજદારશ્રીઓને તેમના મોબાઇલ ફોન પરત અપાવવા બાબતે કર્તવ્યશીલ, કાર્યદક્ષતા અન્વયે ઉના પોલીસ સ્ટેશનમાં ખુબજ ખંત અને મહેનત નિષ્ઠાપુર્વક ફરજ બજાતા એ.એસ.આઇ.શ્રી જગદિશભાઇ લઘરાભાઈ વાઘેલા તથા એ.એસ.આઇ. મનુભાઈ પરબતભાઇ જાદવ તથા સર્વેલન્સ પોલીસ હેડ કોન્સ્ટેબલ શાંતિલાલ સોલંકી એમ સંયુકત રીતે કામગીરીમાં જોડાઇ કુલ મોબાઇલ નંગ-05 કિંમત રૂપિયા 1,05,988/-ના શોધી જે તે સ્થિતિમાં મુળ અરજદારશ્રીઓને સુપ્રત કરેલ છે






Total Users : 157335
Views Today : 