બાળ સંરક્ષણ ગૃહ હિંમતનગર માં સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લા માં હિંમતનગર મુકામે આવેલ બાળ સંરક્ષણ ગૃહ માં આવેલાં બાળકોને સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ગુલનાર બહેન દ્વારા સપ્તાહ માં એક વાર એવા ચાર સપ્તાહ સુધી તેમને ટાસ્ક આપીને, ચાર્ટ પેપરમાં પ્રોજેક્ટ બનાવીને, માઈન્ડ ગેમ રમાડીને તેમજ શોર્ટ ફિલ્મ બતાવીને બંધારણ માં બાળકોને મળેલા અધિકારો વિશે જાગૃત કરી એક બીજા પ્રત્યે માન સમ્માન શાંતિ અને સુરક્ષા સાથે ભાઈચારા ની ભાવના કેળવે.
એ માટે તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા મંચ પ્રદાન કરવા તાલીમ આપેલ. સંસ્થા દ્વારા પાંચમા અઠવાડિયે રાખવામાં આવેલા સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમમાં દિનચર્યા
લખી શકે તે માટે ડાયરી તેમજ ચાર સપ્તાહ દરમિયાન સારું પ્રદર્શન કરનાર બાળક ને મેડલ્સ આપી સમ્માનિત કરેલ. બાળ સંરક્ષણ ગૃહ ના અધિક્ષકશ્રી કે. એસ.પંચાલ સાહેબે બાળકોને મેળવેલ તાલીમનો જીવન માં સદુપયોગ કરી ભવિષ્યમાં ખૂબ આગળ વધો અને સારા નાગરિક બનો તેવી શુભ કામનાઓ પાઠવી હતી. પ્રોજેક્ટ કો ફેસીલેટર કુમારી ઝુહિયાખાન પઠાણ તેમજ પ્રોટેક્શન ઓફિસર જીલ્લા બાળ સુરક્ષા એકમ મુકેશભાઈ દી.સોલંકી સાહેબે બાળકોને જીવનમાં સફળ થવા માટે હંમેશા
બાલ્યાવસ્થા થીજ નવું શીખવાની ભાવના કેળવવા તેમજ સકારાત્મક વિચારોની ભાવના કેળવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. પ્રોબેશન ઓફિસર શ્રી શબાનાબેન મન્સૂરી, પેરમેડીકલ સ્ટાફના વર્ષા બેન જે પાંડોર, ઉદ્યોગ શિક્ષકશ્રી પ્રવીણભાઈ સોલંકી, ગૃહપિતાશ્રી સંદીપભાઈ નિનામા વગેરેએ બાળકોને પ્રોત્સાહિત માર્ગદર્શન આપવામાં આવ્યું
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 155627
Views Today : 