ભુપેન્દ્રસિંહ ઝાલા ના વતન ઝાલાનગર માં સંત સંમેલન યોજાયું સમાજ નું ખુલ્લું સમર્થન.
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
ભૂપેન્દ્રસિંહ ઝાલા ને રાજકિય કિન્નાખોરી રાખીને જેલ હવાલે કર્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ તથા અન્ય સમાજના હજારો યુવાનો સંમેલન માં હાજર રહ્યા હતા સભા મંડપ ની આજુ બાજુ ભુપેન્દ્રસિંહ ને સમર્થન કરતા મોટા બોર્ડ લાગ્યા સમાજ હર હંમેશ માટે ભલું ઇચ્છનાર વીર વીરલા ભુપેન્દ્રસિંહ ઝાલા ને સાથ આપીશું તેવા નારા સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા નો ક્ષત્રિય ઠાકોર સમાજ એક જૂથ બની સત્ય ની લડાઈ લડી લેવા ની તૈયારી કરી રહ્યો છે. આ પ્રસંગે મહંત શ્રી લાલજી મહારાજ, કિરણરામ બાપુ, ઉતર ગુજરાત ના ક્ષત્રિય ઠાકોર સમાજ આગેવાન નવઘણજી ઠાકોર, સાબરકાંઠા ના ક્ષત્રિય સમાજ પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર ,અરવલ્લી જિલ્લા પ્રમુખ બાબુસિંહ ચૌહાણ સહિત ના ગામે ગામ થી આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાજકીય કિન્નાખોરી રાખનાર તમામ ને જવાબ આપતા કીધું છે કે ભુપેન્દ્રસિંહ ને વટ થી છોડાવિશું અને ઘોડા ઉપર વરઘોડો કાઢીશું. ઝાલા ને ન્યાય મળે તે માટે બંને જિલ્લાનો સમાજ સંગઠિત બની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.