વડાલીમાં એક્સપાયરી ડેટ- મેન્યુફેક્ચર ડેટ વગરના મીઠાઈ સહિત અન્ય ચીજ વસ્તુઓનું ધૂમ વેચાણ છતાં તંત્ર મૌન
વડાલીમાં એક્સપાયરી ડેટ- મેન્યુફેક્ચર ડેટ વગર ખાણી-પીણી નો વેપલો કરનારા નો રાફડો ફાટ્યો છે.જેમાં ગ્રાહકોને અખાદ્ય ખોરાક અને કલરિંગ રંગવાળી મીઠાઈયો તથા ડેરી પ્રોડક્ટો લસ્સી ની બોટલો ગ્રાહકોને પધરાવી સ્વાસ્થ્ય સાથે છેડા કરી ખુલ્લેઆમ લૂંટ મચાવી છે.ત્યારે સરકારી તંત્ર ને દિવાળીના કવરો સિવાય અન્ય કોઈ કામ દેખાતા નથી તેવી છાપ ઉપસી આવી છે.
ગ્રાહક દિનની ઉજવણીમાં સરકાર દ્વારા ગ્રાહકો જાગૃત થાય એવી મસમોટી જાહેરાતો આપે છે. પરંતુ પગાર લેતું સરકારી તંત્ર પોતાની સાચી ફરજમાં કામે લાગતું નથી.સરકાર દ્વારા લોકોને ઉચ્ચ ક્વોલિટી ની ખાણી-પીણી મળે તે માટે ફુડ તંત્ર બનાવેલ છે અને ખાદ્ય ચીજ વસ્તુઓનો વેપાર કરનારાએ ફરજિયાત ફુડ લાઇસન્સ લેવાનું હોય છે. છતાં પણ ફુડ તંત્ર કોઈપણ દિવસ વડાલી તાલુકામાં આવતું નથી અને ખાણી-પીણીના દુકાનો રામ ભરોસે ગ્રાહકોને અખાદ્ય સામગ્રી પધરાવી ને સ્વાસ્થ્ય સાથે ચેડા કરી છેતરી રહ્યા છે.
માત્ર દિવાળીના દિવસે કવરો પૂરતા દેખાય છે.વડાલીમાં સરકારી તંત્ર આ બાબતથી જાણકાર હોવા છતાં પણ સદંતર નિષ્ક્રિય રહેલ છે. અને ગ્રાહકો ખોટા લફડામાં પડવું ના પડે તે માટે જાણવા છતાં લૂંટાય છે. ત્યારે સરકારી તંત્રની ફરજ બને છે કે વડાલીમાં પણ તપાસ કરીને લોકોને લુંટતા વેપારીઓથી રાહત આપવામાં આવે અને છેતરનારા ઉપર દંડનો દંડો ઉગામવામાં આવે એવી માંગ ઉઠી છે.
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891





Total Users : 155566
Views Today : 