હિંમતનગરની ધનશ્રી પટેલે સ્કેટીંગમાં જિલ્લા કક્ષાએ નામ રોશન કર્યું
60 થી વધુ પ્રતિસ્પર્ધીઓમાં સ્કેટિંગમાં નંબર વન બની ધનશ્રી
ખેલ મહાકુંભ અંતર્ગત આજે જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા હિંમતનગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં યોજાઇ હતી જેમાં ખાનગી ન્યુઝ ચેનલ માં કામ કરતા સંદીપ પટેલની દીકરી ધનશ્રી પટેલે સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ નંબર વન સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હિંમતનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 60 જેટલા પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સ્કેટિંગની આ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધા અંતર્ગત કેટિંગના વિવિધ પ્રકારની ચાલ દોડ તેમજ અન્ય પ્રકલ્પો માં ધનશ્રી પટેલે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો સાથોસાથ અન્ય હરીપો કરતા વિશેષ દેખાવ કરતા જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક આવ્યો છે જેથી આગામી સમયમાં રાજ્ય કક્ષાએ યોજાનાર સ્કેટિંગ પડદામાં ધનશ્રી પટેલ સાબરકાંઠા જિલ્લા વતી પ્રતિનિધિત્વ કરશે જોકે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવતા ધન શ્રી પટેલ સહિત અન્ય ત્રણ સહયોગીઓ પણ વિશેષ દેખાવ કર્યો છે ત્યારે ખેલ મહાકુંભમાં આગામી સમયમાં રાજ્યકક્ષા ની સ્પર્ધામાં જિલ્લાનું પ્રતિનિધિત્વ કરનાર છે જોકે આજે જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવતા પાટીદાર સમાજ સહિત શાળા પરિવાર તેમજ હિંમતનગર શહેરમાં ખુશીનો માહોલ સર્જાયો છે
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891