Wednesday, March 12, 2025

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા વ્યારા ખાતે યોજાઇ.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા વ્યારા ખાતે યોજાઇ.

 

(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વ્યારામાં યોજાઈ. જેમાં 9-16 વર્ષ, 17-35 વર્ષ, 35 થી ઉપર અને GSYB સાથે સંકળાયેલ યોગ ટ્રેનર/કોચ 4 કેટેગરીમાં રાખવામાં આવી હતી.જેમાં 284 સ્પર્ધકો એ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતું.દરેક ઉંમરના નાગરિકોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો.મુખ્ય જજ તરીકે જિલ્લા કોર્ડીનેટર શ્રીમતી જ્યોતિબેન મહાલે ઉપસ્થિત રહ્યા તથા સહ-નિર્ણાયક તરીકે ડોલવણ તાલુકાના કોચ શ્રી મયુરભાઈ બારોટ અને ઘાટા માધ્યમિક સ્કૂલના શિક્ષક તેમજ ટ્રેનર શ્રી અમિતભાઈ શાહ તેમજ ટાઈમ-કીપર વ્યારા તાલુકા કોચ શ્રી ભાવનાબેન ચૌધરી સ્ટેજ-કીપર તરીકે શ્રીમતી ભાવનાબેન પંચોલી એ કાર્યભાર સંભાળ્યો.રજીસ્ટ્રેશન ટીમ તરીકે વ્યારા તાલુકાના એક્ટિવ ટ્રેનરો રેખાબેન ,સીમાબેન, મંજુલાબેન, શાંતાબેન, સુરેખાબેન તથા અન્ય કામગીરીમાં હંસાબેન,મૂમલબેને કામગીરી સંભાળી. ગુજરાત રાજ્ય બોર્ડની ઉત્સાહી ટીમ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ કોઈપણ વિધ્ન વગર પાર પડ્યો.જિલ્લા રમત- ગમત અધિકારી શ્રી ચેતનભાઇ પટેલ ના સહયોગથી સુંદર કાર્યક્રમ યોજાયો.

તારીખ: ૧૬/૦૨/૨૫ રોજ સુરત ખાતે વિજેતા સ્પર્ધકો માટે ઝોન કક્ષા ની સ્પર્ધા યોજાશે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores