>
No menu items!
Thursday, July 3, 2025
No menu items!

વડાલીના હાથરવાની સીમમાં ગ્લોરી ફાર્મ માંથી ડબ્બા ટ્રેડિંગ રેકેટમાંથી 10 શખ્સો ઝડપાયા

વડાલીના હાથરવાની સીમમાં ગ્લોરી ફાર્મ માંથી ડબ્બા ટ્રેડિંગ રેકેટમાંથી 10 શખ્સો ઝડપાયા

 

એક ભારત ન્યુઝ

વડાલી તાલુકાના હાથરવા ની સીમમાં ગ્લોરી ફાર્મ ડબ્બા ટ્રેડિંગ શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી 10 શખ્સો ઝડપાયા વડાલી પોલીસે ૨ કાર,૧૯ મોબાઈલ તથા રોકડ રકમ સહિત 7 લાખ થી વધુનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી

 

મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના હાથરવા ગામમાં ડબ્બા ટ્રેડિંગનુ રેકેટ ચાલતું હોવાની વડાલી પી આઈ પી પી વાઘેલા તથા પોલીસ સ્ટાફને હાથરવાની સીમમાં ડબ્બા ટ્રેડિંગ નુ રેકેટ ચાલતુ હોવાની બાતમી મળતા ગ્લોરી ફાર્મા વડાલી પોલીસે તપાસ હાથ ધરતાં 10 શખ્સો ડબ્બા ટ્રેડિંગ કરતા ઝડપાયા હતા જેમાં માર્કેટ પ્લસ નામની એપ્લિકેશન ના માધ્યમથી શેર બજાર ભાવમાં વધઘટ જોઈ શેરબજારમાં રોકાણ કરવાના નામે લોકોને વધુ પૈસા કમાવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતાં 10 શખ્સો ઝડપાયા હતા ત્યારે વડાલી પોલીસે 19 મોબાઈલ ફોન 1.75 લાખ અંગ્રેજીમાં લખેલા મોબાઈલ નંબરો 61 પાના તથા 2 કાર 6 લાખ અને 3250/- રોકડ રકમ સહીત કુલ મુદ્દામાલ 7,78,250/-લાખ નો કબજે લઈ 10 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

 

 

ઝડપાયેલા આરોપીના નામ

 

1બારોટ પવન દિપક ભાઈ ગામડી

2 હિતેશજી રાજુજી તલાજી ઠાકોર નરુ તાલુકો ખેરાલુ

3 આનંદ ચંદુજી શંકરજી ઠાકોર ડભોડા તાલુકો ખેરાલુ

4 અજીતસિંહ વિનોદ સિંહ ભીખાજી ડાભી ડભોડા તાલુકો ખેરાલુ

5 રોહિતજી જગાજી ચેહાજી ઠાકોર વડનગર

6 યુવરાજ ઈશ્વરસિંહ અરજનજી ઠાકોર નવી મહોર વડાલી

7 રાજેશ જી દીલાજી અરજણજી ઠાકોર જૂની મહોર વડાલી

8 અરખાજી પદાજી મદાજી ઠાકોર કમાણા તાલુકો ખેરાલુ

9 જીગ્નેશજી ભરતજી જેસંગજી ઠાકોર ગઠામણ તાલુકો ખેરાલુ

10 સંજયસિંહ ભુપતસિંહ જીવણજી ઠાકોર ડભોડા તાલુકો ખેરાલુ

 

બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores