હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત નવીન હિંમત હાઇસ્કુલ-૧ ના શાળા ના મકાનનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો
દેશનું ભવિષ્ય એવા બાળકોના સર્વાંગીણ વિકાસમાં સૌથી મહત્વ પૂર્ણ ભાગ ભજવે છે શાળા આજ રોજ હિંમતનગર ખાતે હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત નવીન હિંમત હાઇસ્કુલ-૧ ના શાળાના મકાનનો ભૂમિપૂજન કાર્યક્રમ દીવ, દમણ, દાદરા નગર હવેલી તથા લક્ષદ્વીપ ના માનનીય પ્રશાસક આદરણીય પ્રફુલભાઈ પટેલના અઘ્યક્ષસ્થાને યોજાયો.જેમાં
હિંમતનગર કેળવણી મંડળ દ્વારા અનેક શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરવામાં આવી રહ્યું છે,જે હિંમતનગર સહિત આસપાસના વિસ્તારના હજારો બાળકોનું ઘડતર થઈ રહ્યું છે ત્યારે આ નવીન હાઇસ્કૂલના ભૂમિપૂજન બદલ કેળવણી મંડળના તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનારા દિવસોમાં જ્યારે આ હાઈસ્કૂલ બિલ્ડીંગ તૈયાર થશે ત્યારે દેશના ભાવિ એવા વિદ્યાર્થીઓના પાયાના ઘડતર અર્થે ઉપયોગી થશે. આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગર ના ધારાસભ્ય વિ.ડી. ઝાલા, કેળવણી મંડળના પ્રમુખ હેમંતભાઈ મહેતા, મંત્રી જીતેન્દ્રભાઈ પટેલ, ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યઓ, પૂર્વ ધારાસભ્યઓ, પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા.
તસવીર અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891